કોહલીએ પોન્ટિંગનો 71 સદીનો રેકોર્ડ તોડ્યો, સચિનથી હવે 28 સદી દૂર
ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં સદી ફટકારી છે. આ તેની વનડે કરિયરની 44મી સદી છે. કોહલીએ 1 હજાર 214 દિવસ પછી વનડે ક્રિકેટમાં સદી મારી છે. કોહલીએ આજે ટ્રિપલ ડિજિટ સુધી પહોંચવા 85 બોલ લીધા હતા. છેલ્લે તેણે 14 ઓગસ્ટ 2019ના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે પોર્ટ ઓફ સ્પેન ખાતે સદી મારી હતી.
આ કોહલીની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 72મી સદી છે. તેણે રિકી પોન્ટિંગનો 71 સદીનો રેકોર્ડ તોડ્યો છે. આ સૂચિમાં સચિન તેંડુલકર 100 સદી સાથે પ્રથમ સ્થાને છે. કોહલી હવે તેનાથી 28 સદી દૂર છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button