ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે ગાર્ડનમાં વરલી મટકાનો જુગાર રમતા 11 લોકોને ઝડપી પાડ્યા

રાંદેર વિસ્તારમાં આવેલા કવિ નર્મદ ગાર્ડનમાં ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમી રહેલા 11 લોકોને ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ઝડપી પાડ્યા હતા. પોલીસે અહીંથી 8 મોબાઈલ, બે વાહનો મળી કુલ 92,840ની મત્તા કબજે કરી હતી તેમજ આ ઘટનામાં ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને માહિતી મળી હતી કે, રાંદેર વિસ્તારમાં આવેલા કવિ નર્મદ ગાર્ડનમાં ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં દરોડો પાડી જુગારના ધંધા પર આંકડો લખનાર તેમજ આંકડો લખાવનાર અને વરલી મટકાનો જુગાર રમી રહેલા લોકો મળી કુલ 11 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે અહીંથી 8 મોબાઈલ ફોન, 2 ટુ વ્હીલર, ચિઠ્ઠીઓ મળી કુલ 92,840ની મત્તા કબજે કરી હતી. તમામ લોકો સામે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને રાંદેર પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત આંકડાની ચિઠ્ઠીઓ લઇ જનાર સલીમ ચાચા, આંકડાનો ધંધો ચલાવનાર સાઈદા નામની મુખ્ય મહિલા અને કટિંગ લેનાર હેમંત કાકા નામના ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોની કોની ધરપકડ કરાઈ

1) દીપક નારાયણ પોલેકર (જુગારના ધંધા પર આંકડો લખનાર, રહે, વેડરોડ કતારગામ)
2) અનીલભાઈ સંતોષભાઈ મરાઠે (આંકડો લખનાર, રહે, વેડરોડ કતારગામ)
3) મનુભાઈ ભગુભાઈ રાઠોડ (રહે, ઊગતરોડ, રાંદેર)
4) મહેન્દ્રભાઈ રામભાઈ વસાવે (જુગારના ધંધા પર આંકડો લખાવનાર ગ્રાહક)
5) જગતભાઈ નીવાસનભાઈ હિરવા
6) સુનીલભાઈ જતનભાઈ રાઠોડ (રહે. હનીપાર્ક રોડ, અડાજણ)
7) શ્યામસુંદર નવોકુમાર મલિક
8) દીપકભાઈ સોમચંદ કસારા (રહે.ડભોલી ચાર રસ્તા, સુરત)
9) યોગેશભાઈ નવીચંદ મૈસુરીયા (રહે.પાલનપુર જકાતનાકા, સુરત)
10) પ્રદીપ દિલીપ સિંગ પાટીલ (રહે.જહાંગીરપુરા, સુરત)
11) અશોકભાઈ જીવનભાઈ મહેતા (રહે.કોઝવે રોડ, સુરત)

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.