રાજ્યસભામાં ભાજપ સાંસદે રજૂ કર્યું યુનિફોર્મ સિવિલ કોડ બિલ, વિપક્ષનો ભારે હોબાળો
રાજ્યસભામાં શુક્રવારે ભારે હોબાળા વચ્ચે ભાજપના સાંસદ કિરોડીલાલ મીણાએ ભારતમાં સમાન નાગરિક સંહિત ખરડો, 2020 રજૂ કર્યો. જેનો વિપક્ષના સભ્યોએ જોરદાર વિરોધ કર્યો. બિલ રજૂ કર્યા બાદ મતદાન થયું, જેમાં પક્ષમાં 63 વોટ પડ્યા જ્યારે વિરોધમાં 23 વોટ પડ્યા. દેશમાં સમાન નાગરિક સંહિતાને લાગુ કરવાના વાયદાને આગળ વધારવાના ઉદ્દેશ્યથી ભાજપે આ પ્રસ્તાવ રાખ્યો.
યુનિફોર્મ સિવિલ કોડ
દેશમાં આ મુદ્દે ઘણાં લાંબા સમયથી રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. આ બિલમાં માગ કરાઈ છે કે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે એક નેશનલ ઈન્સ્પેક્શન અને ઈન્વેસ્ટિગેશન કમિશન બનાવવામાં આવે. હવે રાજ્યસભમાં પણ શિયાળુ સત્ર દરમિયાન UCC પર પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરાયું છે.
સમાન નાગરિક સંહિતા ભારતમાં નાગરિકોના વ્યક્તિગત કાયદાને બનાવવા અને લાગુ કરવાનો એક પ્રસ્તાવ છે, જે તમામ નાગરિકો પર તેના ધર્મ, લિંગની ચિંતા કર્યા વગર સમાન રૂપથી લાગુ થાય છે.
હાલ વિભિન્ન સમુદાયના વ્યક્તિગત કાયદા તેમના ધાર્મિક શાસ્ત્રો દ્વારા લાગુ છે. આ કોડ સંવિધાનના આર્ટિકલ 44 અંતર્ગત આવે છે, જે જણાવે છે કે ભારતના પૂરા ક્ષેત્રમાં નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતાને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે. વિશેષ રૂપથી ભાજપના 2019ની લોકસભા ચૂંટણી ઢંઢેરામાં પાર્ટીએ સત્તામાં આવતા UCCને લાગુ કરવાનો વાયદો કર્યો હતો.
સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થયું છે જેમાં 17 દિવસ સુધી બંને ગૃહમાં કાર્ય ચાલશે. સરકારના નક્કી કરેલા કાર્યક્રમ મુજબ સત્ર દરમિયાન કુલ 16 નવા ખરડા રજૂ કરવા માટે યોજના બનાવવામાં આવી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button