સુશાંત બાદ રિયાના જીવનમાં આવ્યો નવો પ્રેમ, નવા પ્રેમીનું, વિરાટ અને રોહિત સાથે કનેક્શન!
કોઈ નજીકની વ્યક્તિને ગુમાવ્યા પછી તેમાંથી બહાર આવવું દરેક માટે મુશ્કેલ હોય છે. રિયા ચક્રવર્તી માટે આ ફેઝમાંથી બહાર આવું વધુ અઘરું હતું કારણકે તેણે માત્ર પ્રેમી સુશાંતસિંહ રાજપૂતને નહોતો ગુમાવ્યો, પરંતુ આરોપોનો પણ સામનો કરવો પડ્યો હતો. સુશાંત સિંહ રાજપૂત તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યાના દિવસો પછી, દિવંગત અભિનેતાના પિતા કેકે સિંહે રિયા અને તેના પરિવારના સભ્યોએ રિયા સામે એફઆઈઆર નોંધાવી હતી અને તેના પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો અને સ્વર્ગસ્થ અભિનેતાના ખાતામાંથી 15 કરોડ રૂપિયા ઉપાડવાનો આરોપ મૂક્યો હતો.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા પૂછપરછ કરવાથી લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા કસ્ટડીમાં રાખવા સુધી, તેણીએ આ બધું પસાર કર્યું. હવે એવું લાગે છે કે તે આ ફેઝમાંથી બહાર આવી ગઈ છે અને તેના જીવનમાં નવા લવરનું આગમન થયું છે. રિપોર્ટ્સનું માનીએ તો રિયા અને બંટી સજદેહ એકબીજાની ઘણા ક્લોઝ આવી ગયા છે.
કોણ છે બંટી સજદેહ? કેવી રીતે છે વિરાટ અને રોહિત સાથે કનેક્શન?
બંટી સજદેહ બોલીવુડ અભિનેત્રી સીમા સજદેહનો ભાઈ છે. તે ધર્મ કોર્નરસ્ટોન એજન્સી (DCA) અને કોર્નરસ્ટોન સ્પોર્ટ સાથે સંકળાયેલા છે. તે વિરાટ કોહલીનો મેનેજર છે, તેમજ રિતિકા સજદેહનો કઝીન છે. ઉલ્લેખનીય છે કે, રિતિકા ઇન્ડિયન કેપ્ટન રોહિત શર્માની વાઈફ છે. નોંધનીય છે કે, બંટીએ અગાઉ સોનાક્ષી સિંહાને ડેટ કર્યા હોવાના અહેવાલ છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button