મહિધરપુરા અને ઉધના વિસ્તારમાં યુવકની હત્યાથી ચકચાર, પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો
સુરત શહેરમાં હત્યાની બે ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. સુરતના ઉધના અને મહિધરપુરા પોલીસ મથકમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ બંને ગુનામાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. સુરત શહેરમાં હત્યાની બે ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ઉધના અને મહિધરપુરા પોલીસ મથકમાં બે યુવકોની હત્યાનો બનાવ સામે આવ્યો છે. બીજી તરફ હત્યાની ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
સુરતના લાલ દરવાજા સ્થિત પટેલ વાડી એસએમસી ઝોન ઓફીસના કમ્પાઉન્ડ પાસે એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં યુવકનું નામ બ્રિજેશ અને તે પંડોળ વિસ્તારમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. બ્રિજેશને છાતી, પેટ અને સાથળના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલે બ્રિજેશના ભાઈ અવધેશ કુમાર પ્યારેલાલ પટેલે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે મહિધરપુરા પોલીસે અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. બીજા બનાવમાં સુરતના ઉધના ત્રણ રસ્તા પાસે દુકાનના ઓટલા પર એક યુવકની લાશ મળી આવી હતી. જેને લઈને અહીં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક યુવકની ઉમર 30 થી 35 વર્ષ હોવાનું અનુમાન છે. તેમજ યુવકને છતીના ભાગે તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. આ સમગ્ર મામલે ઉધના પોલીસે અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે, તેમજ મૃતક યુવક કોણ છે અને તેની હત્યા કોણે કરી તે દિશામાં તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button