ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદ પરથી રાજ્યપાલને રાજીનામુ સોંપ્યું

ભાજપે 2022ના પરિણામમાં બહુમત મેળવી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું સુપરત કર્યું હતું. 12મી ડિસેમ્બરે નવા મુખ્યમંત્રી અને મંત્રીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાશે. શપથ ગ્રહણ પહેલા ભૂપેન્દ્ર પટેલની સાંપ્રત કેબિનેટ ખારીજ કરવામાં આવી.

ધારાસભ્ય દળની બેઠક યોજાશે
શપથ ગ્રહણ પહેલા આવતી કાલે કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાશે. જેમાં નવા મંત્રીમડલ અને શપથ ગ્રહણ બાબતે ચર્ચા થશે. આ ઉપરાંત તમામ ધારાસભ્યને જીતના વધામણાં કરવામાં આવશે. જે ઉમેદવાર જીત મેળવી છે તેમની આગામી કાર્ય બાબતે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત જે પ્રથમ વાર ધારાસભ્ય બન્યા છે તેમને સિનિયર દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે.

નવી સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓમાં કોને મળી શકે છે સ્થાન
કેબિનેટ કક્ષાના મંત્રી મંડળમાં શંકર ચૌધરી (Shankar Chaudhary), ઋષિકેશ પટેલ, જીતુ વાધાણી, પૂર્ણેશ મોદી, રાધવજી પટેલ, કનુભાઇ દેસાઇ, કિરીટસિંહ રાણા, શંભુનાથ ટુંડીયા, ગણપત વસાવા, જયેશ રાદરીયા, કુવરજી બાવળીયાનો સમાવેશ થઇ શકે છે. કારણ કે, આ તમામ ધારાસભ્ય અગાઉ કેબિનેટ કક્ષાના મંત્રીની જવાબદારી નિભાવી ચુક્યા છે. આ ઉપરાંત અનુભવી છે જેથી તેમનો કેબિનેટ કક્ષાના મંત્રી મંડળમાં સમાવેશ થઇ શકે છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.