PGVCLની ગંભીર બેદરકારી સામે આવી, જીવંત વીજ વાયર પડતાં વૃદ્ધનું મોત
જેતપુરનાં નવાગઢમાં જીવતો વીજ વાયર પડતાં વૃદ્ધનું ધટના સ્થળે જ મોત નીપજ્યું છે. વૃદ્ધ ઘરની બહાર નીકળી રહ્યા હતા ત્યારે પીજીવીસીએલનો જીવતો 11 કેવીનો વીજલાઈનનો વાયર વૃદ્ધા ઉપર પડતા ઝુબેદાબેન ઓસમાણભાઈ ખોરાણી ઉંમર 68નું ઘટના સ્થળે મોત થયું હતું. પીજીવીસીએલની ઘોર બેદરકારીના કારણ એક વૃદ્ધાનો ભોગ લેવાયો છે. દુર્ઘટના બાદ પીજીવીસીએલની ટીમ કામે લાગી છે.
મળતી વિગતો પ્રમાણે ઝુબેદાબેન ઓસમાણભાઈ ખોરાણી પોતાના ઘરેથી કામ માટે બહાર જઈ રહ્યા હતા. તે સમયે ઘરની બહાર નીકળતા સાથે જ 11 કેવી વિજલાઈનો વાયર માથે પડ્યો હતો. ત્યારબાદ તેઓને તાત્કાલીક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેના હાજર ડોક્ટરે વૃદ્ધાને મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. PGVCLની બેદરકારીના કારણે એક વૃદ્ધાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button