આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી તૈયાર થશે મત્રીમંડળ

ગુજરાત વિધાનસભા ચુંટણીના પરિણામો જાહેર થઇ ચૂક્યા છે. ભાજપે અત્યાર સુધીનો રેકોર્ડ તોડી પ્રચંડ બહુમતી મેળવી છે. હવે ભાજપનું લક્ષ્ય 2024ની લોકસભાની 26 સીટ પર જીત યથાવત રાખવાની છે. તે માટે ભાજપ અગામી કેબિનેટ મંત્રી મંડળનું ગઠન લોકસભા ચૂટણીને ધ્યાનમાં રાખીને કરશે. ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણો, ગુજરાતના તમામ ઝોન જેવા કે, ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છને અમુલક્ષીને મંત્રીઓની પંસદગી કરશે. પરંતુ હાલ જીતેલા ઉમેદાવરમાં જે મંત્રી પદ માટે પ્રબળ દાવેદાર છે એવા કેટલાક નામો સામે આવી રહ્યા છે. 2022ના મંત્રી મંડળમાં ક્યાં ક્યાં ચહેરાને સમાવેશ કરવામાં આવશે તેવા કેટલાક સંભવિત નામ ચર્ચાની ચર્ચા થઇ રહી છે.

કેબિનેટ કક્ષાના મંત્રી મંડળમાં શંકર ચૌધરી (Shankar chaudhary), ઋષિકેશ પટેલ, જીતુ વાધાણી, પૂર્ણેશ મોદી, રાધવજી પટેલ, કનુભાઇ દેસાઇ, કિરીટસિંહ રાણા, શંભુનાથ ટુંડીયા, ગણપત વસાવા, જયેશ રાદરીયા, કુવરજી બાવળીયાનો સમાવેશ થઇ શકે છે. કારણ કે, આ તમામ ધારાસભ્ય અગાઉ કેબિનેટ કક્ષાના મંત્રીની જવાબદારી નિભાવી ચુક્યા છે. આ ઉપરાંત અનુભવી છે જેથી તેમનો કેબિનેટ કક્ષાના મંત્રી મંડળમાં સમાવેશ થઇ શકે છે.

રાજ્ય કક્ષાના મંત્રીમંડળમાં કોને મળી શકે છે સ્થાન
રાજ્ય કક્ષાના મંત્રી મંડળમાં જગદીશ વિશ્વકર્મા, અમિત ઠાકર, હર્ષ સંધવી (Harsh Sanghvi), અલ્પેશ ઠાકોર (Alpesh Thakor), દેવા માલમ, સંગીતા પાટીલ, મોહન ઢોડીયા, આર.સી પટેલ, જે.વી કાકડીયા, અક્ષય પટેલને સ્થાન મળી શકે છે. રાજ્ય કક્ષાના મંત્રી મંડળમાં ત્રણ મંત્રીઓ રિપીટ થઇ શકે છે. જ્યારે 6 જેટલા નવા ચહેરાને સ્થાન મળી શકે છે. આ તમામ સંભવિત મંત્રીઓ છે. જેમણા નામ હાલ ચર્ચાઇ રહ્યા છે.

કેટલા પાટીદાર ધારાસભ્યને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે
પાટીદાર ધારાસભ્યોની વાત કરીએ તો, રાધવજી પટેલ, જીતુ વાધાણી, જે.વી કાંકડીયા, અક્ષત પટેલ, ઋષિકેશ પટેલ, જયેશ રાદરીયાને 2022ના મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણોને ધ્યાનમાં રાખીને 6 જેટલા પાટીદાર સમાજના ધારાસભ્ય જેમાં લેઉવા અને કડવા પાટીદારની સમતુલતા જળવાય તે રીતે સ્થાન આપી શકે છે.

કેટલા ઓબીસી ધારાસભ્યને સ્થાન મળી શકે છે
ઓબીસી સમાજની વાત કરીએ તો અલ્પેશ ઠાકોર,કુવરજી બાવળીયા, બચુભાઇ ખાબડ, પૂર્ણેશ મોદી, આર. સી પટેલ અને ભરત પટેલને સ્થાન મળી શકે છે. આવનાર લોકસભા ચુંટણીને અમુલક્ષીને ઓબીસી સમાજને નેતૃત્વ મળે તે હેતુથી 6 જેટલા ઓબીસી ધારાસભ્યને મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે.

અન્ય સમાજમાંથી કોને મળશે સ્થાન
અન્ય સમાજમાંથી વાત કરીએ તો, જૈન સમાજમાંથી હર્ષ સંધવી, ક્ષત્રિય સમાજમાંથી કિરીટસિંહ રાણા, બ્રાહ્મણ સમાજમાંથી અમિત ઠાકર આદિવાસી સમાજમાંથી ગણપત વસાવા, મોહન ઢોડીયા, એસસી સમાજમાંથી રમણભાઇ વોરા, શંભુનાથ ટુડીયાને મંત્રી મંડળમાં સમાવેશ કરીને જ્ઞાતિ આધારીત સમીકરણોમાં સમતુલા ભાજપ જાળવશે તેવી સંભાવના જોવા મળી રહી છે.

વિધાનસભાના અધ્યક્ષ કોણ બની શકે છે
2022ની પરિણામો આધારે વિધાનસભાના અધ્યક્ષના પ્રબળ દાવેદાર રમણભાઇ વોરા છે. તેથી ભાજપ તેમને અધ્યક્ષની જવાબદારી સોંપી શકે છે. મુખ્ય દંડક તરીકે પંકજ દેસાઇને સ્થાન મળી શકે છે. આ ઉપરાંત ઉપ નાયદ દંડક તરીકે ભરત પટેલને સ્થાન મળી શકે છે. જેઠાભાઇ ભરવાડને દંડક તરીકે સ્થાન મળી શકે છે.

સંભાવિત કેબિનેટ કક્ષાના સંભવિત મંત્રીઓ
-ઉત્તર ગુજરાત
ઋષિકેશ પટેલ
શંકર ચૌધરી
સૌરાષ્ટ
જીતુ વાધાણી
રાધવજી પટેલ
શંભુનાથ ટુંડિયા
કિરીટસિંહ રાણા
જયેશ રાદરીયા
કુવરજી બાવળીયા઼

-દક્ષિણ ગુજરાત
પૂર્ણેશ મોદી
ગણપત વસાવા
કનુભાઇ દેસાઇ

રાજ્ય કક્ષાના સંભવિત મંત્રી
-મધ્ય ગુજરાત
જગદીશ વિશ્વકર્મા
અમિત ઠાકર
અક્ષય પટેલ
સૌરાષ્ટ્ર
જે વી કાંકડીયા
દેવા માલમ
-દક્ષિણ ગુજરાત
હર્ષ સંધવી
સંગીતા પાટીલ
મોહન ઢુડિયા
આર સી પટેલ

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.