CM ભૂપેન્દ્ર પટેલ 1.91 લાખ મતોથી જીતતા તેમની જીતનો રેકોર્ડ તેમણે જ તોડ્યો
CM ભૂપેન્દ્ર પટેલને 2017માં 1.17 લાખથી વઘુ મતો મળ્યા હતા ત્યારે આ વખતે તેમને 1 લાખ 91 હજાર જેટલા મતોથી જીત મેળવી છે.
અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠકોમાંથી બે બેઠકો કોંગ્રેસે જીતી છે. દાણીલીમડા વિધાનસભા બેઠક પરથી શૈલેષ પરમાર અને જમાલપુર વિધાનસભા બેઠક પરથી ઈમરાન ખેડાવાલા જીત્યા છે. 14 વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત તરફ આગળ વધી રહ્યા છે. જેમાં પૂર્વમાં અસારવા, ઠક્કરબાપાનગર, દરિયાપુરમાંથી ઉમેદવારો જીતી ચૂક્યા છે. આ વખતે સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.
તેઓ 1 લાખ 91 હજાર મતોથી જીત્યા છે. આ રીતે ભાજપે 19 અને કોંગ્રેસે 2 બેઠકો જીતી છે. આમ 21 વિધાનસભા બેઠકો પર ભાજપે ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો ત્યારે આ મતો પણ ભાજપને આ વખતે ફળ્યા છે અને ભાજપે અમદાવાદ જિલ્લામાં મોટી જીત હાંસલ કરી છે.
ઘાટલોડીયા બેઠક પર સૌ કોઈની નજર હતી કેમ કે, સીએમ ભૂપેન્દ્ર પટેલે અહીંથી ઉમેદવારી નોંધાવી હતી ત્યારે મત ગણતરીમાં તેઓ પહેલાથી જ આગળ ચાલી રહ્યા હતા. કોંગ્રેસે તેમના સામે અમી યાજ્ઞીકને ઉભા રાખ્યા હતા પરંતુ ભૂપેન્દ્ર પટેલની ભારે બહુમતી સાથે જીત થઈ છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button