પ્રથમ ગ્રાસે મક્ષિકા, આપે ૨૦૨૪ અને ૨૦૨૭ ની તૈયારીઓ આરંભ કરવાની જાહેરાત કરી
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્ય ચહેરા ગોપાલ ઇટાલિયા,અલ્પેશ કથીરિયા અને મુખ્યમંત્રી પદનો ચહેરો ઈશુદાન ગઢવીની વિધાનસભાની ચુંટણીમાં કારમી હાર થઈ છે. ખુબજ વધુ મતોથી હારનો સામનો કરવો પડી રહ્યો હતો. તેવામાં ચુંટણીમાં કારમી હાર બાદ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી હતી અને તેમણે હાર સ્વીકારી હતી.
ઈશુદાન ગઢવી દ્વારા આપવામાં આવેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે,આમ આદમી પાર્ટી પહેલી જ વખત ચુંટણી લડવા આવી અને પહેલી જ વખતમાં 40 લાખથી વધુ લોકોએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો તે બદલ હું આભાર માનું છું.આ ઉપરાંત સંગઠનના કાર્યકરોને પણ હું આભાર માનું છું. એવું કહેવાતું હતું કે ભાજપના ગઢમાં ત્રીજો પક્ષ નથી ફાવતો ત્યારે અમે ફાવ્યા છીએ અમારા ઉમેદવારો વિધાનસભામાં જશે અને ગજવશે અને તમામ ચુટાયેલ સભ્યો લોકોની વચ્ચે રહેશે અને અમે અને જે પણ લોકો હાર્યા છે પણ લોકોની વચ્ચે રહેશું.
આ ઉપરાંત 2024 અને 2027ની તૈયારીઓ પણ અમે આવતી કાલથી શરૂ કરી દેવાના છીએ.
જોકે ઈશુદાન ગઢવીના ગઢમાં ખભાળિયામાં ભાજપે બાજી મારી હતી અને ઈશુદાન ગઢવી અને કોંગ્રેસના વિક્રમ માડમને પણ ભાજપના ઉમેદવારએ હારનો સ્વાદ ચખાડ્યો હતો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button