જનરલ ઓબ્ઝર્વરની મોજુદગીમાં મીડીયા સાથે ઉદ્ધત વ્યવહાર કરતા રિટર્નીંગ ઓફિસર

પોરબંદર વિધાનસભા ૮૩ ની મતગણના આજરોજ ચાલુ હતી ત્યારે રાઉન્ડના આંકડા આપવા બાબતે રિટર્નીંગ ઓફિસર જાડેજા પત્રકારો પર ઉશ્કેરાઈ ગયા હતાં, ઘટનાની વાત કરીએ તો મતગણનાના આઠમા રાઉન્ડ ના આંકડા મીડીયાને આપ્યા બાદ રાઉન્ડ નવ અને દસના આંકડા કોઈક કારણોસર મીડીયાને ઉપલબ્ધ ન થતાં મીડીયાના પ્રતિનિધિઓએ રિટર્નીંગ ઓફિસરને મૌખિક રજૂઆત કરી હતી કે બબ્બે રાઉન્ડ ચડત થઈ જતાં ન અપાયેલા આંકડાઓ ઉપલબ્ધ કરાવવા યોગ્ય કરવામાં આવે, જેને કોઈ જ કારણ વગર પહેલેથી ઉશ્કેરાટમાં રહેલા અધિકારીએ આંકડા મોડા કેમ થયા તેનું કારણ જણાવવાને બદલે મારે મીડીયાને ‘આંકડા’ નથી આપવા, એવું જણાવતા વાત વણસી ગઈ હતી, જોકે મીડીયા માટે અલાયદી મીડીયા પોઈન્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ ત્યાં આઠ વાગ્યાથી ચાલુ થયેલ મતદાનના સાડા નવ સુધી (પહેલા કે બીજા રાઉન્ડના) આંકડાઓ ઉપલબ્ધ ન થતાં મીડીયાએ પોતાના પ્રતિનિધિઓને કાઉન્ટિંગ સ્થળે બહારના ભાગમાં ખડા કર્યા હતાં, જ્યાં પહેલા રાઉન્ડથી લઈને આઠ રાઉન્ડ સુધી વ્યવસ્થા બરાબર ચાલતી હતી, અચાનક જ નવ અને દસમા રાઉન્ડના આંકડા બિનજરૂરી રીતે મોડા કરાતા મીડીયાને રજુઆત કરવાની ફરજ પડી હતી, જેને કોઈ જ ઉશ્કેરાટ વગર રિટર્નીંગ ઓફિસરે હલ કરવાની હતી.

ઉશ્કેરાટથી જીદ્દે ચડેલા રિટર્નીંગ ઓફિસરે આંકડા હવે મીડીયા પોઈન્ટમાં જ મળશે, એટલું જ નહીં આટલી ઉદ્ધતાઈથી તેમને સંતોષ થયો ન હોય તેમ પોલીસને સૂચના આપી હતી કે મીડીયા કર્મીઓને અત્રેથી ખસેડવામાં આવે.

લોકશાહીમાં મીડીયાનું મહત્વ ખુદ બંધારણમાં ઉલ્લેખ્ખીત હોય, ચૂંટણી જેવી મહત્વપૂર્ણ કામગીરીમાં નાહકનો ઉશ્કેરાટ બિનજરૂરી અને ગેરકાયદેસર છે, મીડીયા એની મર્યાદા અને સીમાઓથી સુપેરે પરિચિત હોય ત્યારે પદના પાવર જેવી રિટર્નિંગ ઓફિસરની આજની ઘટનાને પોરબંદર પત્રકાર સંગઠન વખોડે છે અને તંત્ર પાસે આશા રાખે છે કે આવી મહત્વપૂર્ણ કામગીરીમાં સહેજે ઉશ્કેરાઈ જતાં અધિકારીઓ કે કર્મચારીઓને વગર કારણે મીડીયા સામે ઉશ્કેરાઈ ન જવાની સખત સૂચના આપે જેથી ભવિષ્યમાં મીડીયા કર્મી કે પ્રેસ પ્રતિનિધીને જલીલ થવાની નોબત ન આવે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.