સતત સાતમી વાર કેસરિયો લહેરાયો
અત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022)માં મતગણતરી ચાલી રહી છે. ભાજપ હાલ 150+ બેઠકો પર લીડ ધરાવે છે અને સતત સાતમી વાર રાજ્યમાં પોતાની સરકાર બનાવશે. ત્યારે સરકાર સાથેના સૂત્રોએ જણાવ્યું છે કે, ગુજરાત સરકારનો શપથવિધિ સમારોહ 11મી અથવા 12મી ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. આ અવસરે PM નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે.
ભુપેન્દ્ર પટેલ ફરીથી CM તરીકે કાર્યકાળ સંભાળશે, મોદીએ ફોન કરીને શુભેચ્છા પાઠવી
ઉલ્લેખનીય છે કે, ફરીથી એક વખત ગુજરાતના ચીફ મિનિસ્ટર તરીકે ભુપેન્દ્ર પટેલ ફરજ નિભાવશે. પ્રાઈમ મિનિસ્ટર મોદીએ ભુપેન્દ્ર પટેલને ફોન કરીને જીત બદલ શુભેચ્છા પાઠવી છે. નોંધનીય છે કે, આ પ્રસંગે ભાજપના શાસિત મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.
37 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની અણીએ
1985માં માધવસિંહ સોલંકી હેઠળ કોંગ્રેસને રેકોર્ડ 149 બેઠક મળી હતી, જ્યારે ભાજપને 11 સીટ મળી હતી. આ રેકોર્ડ હજી સુધી તૂટ્યો નથી. 37 વર્ષ બાદ 2022ની વિધાન સભાની ચૂંટણીમાં ભાજપ પાર્ટી આ રેકોર્ડ તોડીને ઐતિહાસિક બેન્ચમાર્ક સેટ કરવા તરફ આગળ વધી રહી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button