નરેન્દ્રભાઈના ‘પ્રણામ’ના સંદેશાને ગુજરાતે સ્વીકાર્યો, ભાજપ ઐતિહાસિક જીત તરફ

ગુજરાત વિધાનસભા ચૂંટણીની 182 બેઠકો માટે મતગણતરી શરૂ થઇ ચૂકી છે. ગુજરાતમાં 1985ના માધવસિંહ સોલંકીના 149ના રેકોર્ડને ભુપેન્દ્રભાઈ પટેલ તોડવા જઇ રહ્યાં છે. ગુજરાતમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી છે. ટ્રેન્ડમાં ભાજપ 154 બેઠક પર આગળ છે. ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક ચૂંટણીમાં કહેલા પ્રણામના સંદેશાને ગુજરાતે સ્વીકાર્યો હોય તેમ લાગી રહ્યું છે.

  • ઘાટલોડિયામાં ભૂપેન્દ્ર પટેલ, જમાલપુર-ખાડિયામાં ખેડાવાલાનો વિજય
  • મોદીની ઉપસ્થિતિમાં દિલ્હી ભાજ કાર્યાલયે મહત્વની મીટિંગ
  • ભાજપ તોડી શકે છે માધવસિંહ સોલંકીનો રેકોર્ડ, 150 બેઠકો પર આગળ
  • ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022, સૌરાષ્ટ્રની 42 અને ઉત્તર ગુજરાતની 23 બેઠકો પર ભાજપ આગળ
  • ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને જયેશ રાદડિયા જીત તરફ
  • ધોરાજી બેઠક પર ભાજપ આગળ, લલિત વસોયા ત્રીજા નંબરે
  • પ્રથમ રાઉન્ડમાં ભાજપને 52.3 ટકા અને કોંગ્રેસને 27.4 ટકા મત મળ્યા
  • પ્રથમ એક કલાકની ગણતરી પૂરી, ભાજપ 131 તો કોંગ્રેસ 45 બેઠક પર આગળ
  • કુતિયાણામાં કાંધલ જાડેજા આગળ
  • અમરેલીમાં પરેશ ધાનાણી, રાજુલામા અમરીશ ડેર પાછળ
  • ડેડિયાપાડામાં આપના ચૈતર વસાવા આગળ
  • વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ તો ભાવનગર પશ્ચિમમાં જીતુ વાઘાણી પાછળ
  • મહિસાગરની ત્રણેય બેઠકો પર કોંગ્રેસ આગળ
  • મજુરામાં હર્ષ સંઘવી આગળ, જસદણમાં કુંવરજી બાવળિયા પાછળ
  • વિરમગામમાં હાર્દિક પટેલ પાછળ, જમાલપુરમાં ઇમરાન ખેડાવાલા આગળ
  • ખંભાળિયામાં ઇસુદાન અને વાઘોડિયામાં અપક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલા આગળ
  • પાદરા બેઠક પર દિનુમામા આગળ, દ્વારકામાં પબુભા માણેક આગળ
  • અબડાસા, માંડવી, ઘાટલોડિયા અને મણિનગર બેઠક પર ભાજપ આગળ
  • કતારગામથી ગોપાલ ઇટાલિયા આગળ
  • વિરમગામના ભાજપના ઉમેદવાર હાર્દિક પેટલ મતદાન કેન્દ્ર પહોંચ્યા
  • મતદાન કેન્દ્રો પર ઉમેદવારો માટે સીસીટીવીની સુવિધા, સ્ટ્રોંગરૂમના દ્રશ્યો સીધા લાઈવ નિહાળી શકશે
  • ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા મત ગણતરી મથકે પહોંચ્યા, આઠ થી દશ હજારના મતથી વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
  • સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશેગુજરાતમા કોણ સત્તાનો સરતાજ બનશે તેની આજે ઘોષણા થવાની છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર બે તબક્કામાં મતદાન યોજાયુ હતું. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થયું હતું. આજે મતગણતરીના દિવસે સવારથી ભાજપ-કોંગ્રેસ અને આપના ઉમેદવારો અને કાર્યકરોમાં ઉત્સાહની સાથે અણધારી ચિંતા પણ જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે મતદાન થયું છે એ આંકડાએ અનેક રાજકીય પંડિતો અને રાજકીય પક્ષોને વિચારતા કર્યા છે.

    ઝોન પ્રમાણે જાણો કયા રાજકીય પક્ષોની સ્થિતિ

    ઝોન બેઠક ભાજપ
    (આગળ/જીત)
    કોંગ્રેસ
    (આગળ/જીત)
    આપ
    (આગળ/જીત)
    અપક્ષ
    (આગળ/જીત)
    કચ્છ 6 05 01 00 00
    સૌરાષ્ટ્ર 48 38 04 05 01
    મધ્ય ગુજરાત 61 56 03 00 02
    દક્ષિણ ગુજરાત 35 32 02 01 00
    ઉત્તર ગુજરાત 32 24 05 02 02
    કુલ બેઠક 182 154 15 08 05

    ગુજરાતમાં કેટલા ટકા થયું મતદાન
    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન થયું હતું. રાજ્યમાં 64.33 ટકા મતદાન થયું હતું. જેમાં પ્રથમ તબક્કામાં 63.31 ટકા અને બીજા તબક્કામાં 65.30 ટકા મતદાન થયું હતું.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.