ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022, કચ્છમાં કોંગ્રેસના ઉમેદવારનો આપઘાતનો પ્રયાસ

ગુજરાત વિધાનસભા ચૂંટણીની 182 બેઠકો માટે મતગણતરી શરૂ થઇ ચૂકી છે. ગણતરીના પ્રથમ 1 કલાકમાં ભાજપ 131 બેઠકો પર તો કોંગ્રેસ 45 બેઠકો પર આગળ છે. પ્રથમ રાઉન્ડમાં વિરમગામ બેઠક પર હાર્દિક પટેલ પાછળ હતાં જોકે બીજા રાઉન્ડમાં તેઓ આગળ છે. આદિવાસી મત વિસ્તારની બેઠકોમાં આમ આદમી પાર્ટી આગળ છે.

  • ઘાટલોડિયામાં ભૂપેન્દ્ર પટેલ, જમાલપુર-ખાડિયામાં ખેડાવાલાનો વિજય
  • મોદીની ઉપસ્થિતિમાં દિલ્હી ભાજ કાર્યાલયે મહત્વની મીટિંગ
  • ભાજપ તોડી શકે છે માધવસિંહ સોલંકીનો રેકોર્ડ, 150 બેઠકો પર આગળ
  • ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022, સૌરાષ્ટ્રની 42 અને ઉત્તર ગુજરાતની 23 બેઠકો પર ભાજપ આગળ
  • ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને જયેશ રાદડિયા જીત તરફ
  • ધોરાજી બેઠક પર ભાજપ આગળ, લલિત વસોયા ત્રીજા નંબરે
  • પ્રથમ રાઉન્ડમાં ભાજપને 52.3 ટકા અને કોંગ્રેસને 27.4 ટકા મત મળ્યા
  • પ્રથમ એક કલાકની ગણતરી પૂરી, ભાજપ 131 તો કોંગ્રેસ 45 બેઠક પર આગળ
  • કુતિયાણામાં કાંધલ જાડેજા આગળ
  • અમરેલીમાં પરેશ ધાનાણી, રાજુલામા અમરીશ ડેર પાછળ
  • ડેડિયાપાડામાં આપના ચૈતર વસાવા આગળ
  • વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ તો ભાવનગર પશ્ચિમમાં જીતુ વાઘાણી પાછળ
  • મહિસાગરની ત્રણેય બેઠકો પર કોંગ્રેસ આગળ
  • મજુરામાં હર્ષ સંઘવી આગળ, જસદણમાં કુંવરજી બાવળિયા પાછળ
  • વિરમગામમાં હાર્દિક પટેલ પાછળ, જમાલપુરમાં ઇમરાન ખેડાવાલા આગળ
  • ખંભાળિયામાં ઇસુદાન અને વાઘોડિયામાં અપક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલા આગળ
  • પાદરા બેઠક પર દિનુમામા આગળ, દ્વારકામાં પબુભા માણેક આગળ
  • અબડાસા, માંડવી, ઘાટલોડિયા અને મણિનગર બેઠક પર ભાજપ આગળ
  • કતારગામથી ગોપાલ ઇટાલિયા આગળ
  • વિરમગામના ભાજપના ઉમેદવાર હાર્દિક પેટલ મતદાન કેન્દ્ર પહોંચ્યા
  • મતદાન કેન્દ્રો પર ઉમેદવારો માટે સીસીટીવીની સુવિધા, સ્ટ્રોંગરૂમના દ્રશ્યો સીધા લાઈવ નિહાળી શકશે
  • ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા મત ગણતરી મથકે પહોંચ્યા, આઠ થી દશ હજારના મતથી વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
  • સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે
  • ગુજરાતમા કોણ સત્તાનો સરતાજ બનશે તેની આજે ઘોષણા થવાની છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર બે તબક્કામાં મતદાન યોજાયુ હતું. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થયું હતું. આજે મતગણતરીના દિવસે સવારથી ભાજપ-કોંગ્રેસ અને આપના ઉમેદવારો અને કાર્યકરોમાં ઉત્સાહની સાથે અણધારી ચિંતા પણ જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે મતદાન થયું છે એ આંકડાએ અનેક રાજકીય પંડિતો અને રાજકીય પક્ષોને વિચારતા કર્યા છે.

    ઝોન પ્રમાણે જાણો કયા રાજકીય પક્ષોની સ્થિતિ

    ઝોન બેઠક ભાજપ
    (આગળ/જીત)
    કોંગ્રેસ
    (આગળ/જીત)
    આપ
    (આગળ/જીત)
    અપક્ષ
    (આગળ/જીત)
    કચ્છ 6 04 01 00 01
    સૌરાષ્ટ્ર 48 39 05 03 01
    મધ્ય ગુજરાત 61 00 05 00 01
    દક્ષિણ ગુજરાત 35 00 02 02 00
    ઉત્તર ગુજરાત 32 00 05 02 02
    કુલ બેઠક 182 00 00 00 00

    ગુજરાતમાં કેટલા ટકા થયું મતદાન
    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન થયું હતું. રાજ્યમાં 64.33 ટકા મતદાન થયું હતું. જેમાં પ્રથમ તબક્કામાં 63.31 ટકા અને બીજા તબક્કામાં 65.30 ટકા મતદાન થયું હતું.

    કુલ 1621 ઉમેદવારો મેદાનમાં
    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022)માં કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. પ્રથમ તબક્કામાં 788 અને બીજા તબક્કામાં 833 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.

    તમામ જિલ્લા પ્રમાણે પરિણામ જોવા અહીં ક્લિક કરો

    કચ્છ જામનગર પંચમહાલ
    બનાસકાંઠા દેવભૂમિ દ્વારકા દાહોદ
    પાટણ પોરબંદર વડોદરા
    મહેસાણા જૂનાગઢ છોટાઉદેપુર
    સાબરકાંઠા ગીર સોમનાથ નર્મદા
    અરવલ્લી અમરેલી ભરૂચ
    ગાંધીનગર ભાવનગર તાપી
    અમદાવાદ બોટાદ સુરત
    સુરેન્દ્રનગર આણંદ ડાંગ
    મોરબી ખેડા નવસારી
    રાજકોટ મહિસાગર વલસાડ

    8:00 વાગે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરાઈ
    મતગણતરી મથકો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજરત કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો તથા કાઉન્ટીંગ એજન્ટ્સ અને દરેક ઉમેદવારના કાઉન્ટિંગ એજન્ટ્સ પણ પ્રવેશ કરી શકશે. રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે. સવારે 8:00 વાગે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરવામાં આવી છે. 8:30 વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે સાથે EVMના મતોની ગણતરી પણ શરુ કરાઇ છે.

    રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે એમ કહીને પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવી રહ્યાં છે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.

    મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ કાઉન્ટીંગ સેન્ટર્સને કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, ટેલિફોન અને ફેક્સ જેવી અત્યાધુનિક સંચારસુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. મોબાઈલ ટેલિફોન, આઈ-પેડ કે લેપટૉપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મતગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. કમિશનના ઑબ્ઝર્વર્સ, રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર અને કાઉન્ટીંગ સુપરવાઈઝર્સ પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. દરેક મતગણતરી કેન્દ્રમાં મિડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. મિડિયા સેન્ટર સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.