શહેરી બેઠોકમાં ભાજપ અને જિલ્લામાં કોંગ્રેસ આગળ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022)માં કોણ સત્તાનો સરતાજ બન્યુ તે 8 ડિસેમ્બરના રોજ જાહેર થવા જઇ રહ્યું છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. 8 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ ગઈ છે, ત્યારે અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠક પર કોણ વિજયી બન્યું તે અહીં જાણી શકાશે.

 • વિરમગામ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ પાછળ
 • જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠક પર ઈમરાન ખેડાવાલા આગળ
 • દાણીલીમડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમાર આગળ
 • એલિસબ્રિજથી ભાજપના અમિત શાહ આગળ
 • નારણપુરામાં ભાજપના જીતુ ભગત આગળ
 • સાબરમતી વિધાનસભા બેઠક પર ડૉ હર્ષદ પટેલ આગળ
 • ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી અને ભાજપ ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ આગળ
 • દરિયાપુર વિધાનસભા બેઠક પરથી ગ્યાસુદ્દીન શેખ આગળ
 • અમદાવાદના વટવામાં બાબુભાઈ આગળ
 • શહેરી બેઠોકમાં ભાજપ અને જિલ્લામાં કોંગ્રેસ આગળ

એવરેજ 5 હજાર મતથી મારો વિજય થશે: વિજય બ્રહ્ણભટ્ટ
ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે જણાવ્યું કે, અમારી જીત નિશ્ચિત છે. મારા વિધાનસભા વિસ્તારના દરેક સમાજ સાથે હું સંકળાયેલો છુ અને તમામ સમાજે મને વિશ્વાસ અપાવ્યો છે કે, વિજયભાઈ આ વખતે અમે તમને જ મત આપીશું. એવરેજ 5 હજાર જેટલા મતથી મારો વિજય થશે.

મારા હરીફ ભલે જીતનો આશાવાદ વ્યક્ત કરે, પરંતુ કોંગ્રેસની જીતમાં શંકાને કોઈ સ્થાન નથી: હરપાલ સિંહ
ધંધુકા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર હરપાલ સિંહે જીતનો આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું કે, કોંગ્રેસની જીતમાં શંકાને કોઈ સ્થાન નથી. અમારા વિસ્તારની અંદર ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને લાઈટ, પિયતના પ્રશ્નો તેમજ શહેરી વિસ્તારમાં કૉલેજના પ્રશ્નો, બ્રિજના પ્રશ્ન તેમજ ગટર અને પીવાના પાણી મિક્સ થઈ જવાની સમસ્યા જેવા અનેક પ્રશ્નો છે. મારા હરીફ ભલે જીતનો આશાવાદ વ્યક્ત કરતા, પરંતુ તે અમારા વિધાનસભા વિસ્તારના નથી. તે અમારા મત વિસ્તારન મતદારો તેમજ સ્થાનિક પ્રશ્નોથી વાકેફ નથી.

કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવવામાં પણ નબળી: હાર્દિક પટેલ
વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે. અહીં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે ગુજરાતની અસ્મિતા વિરુદ્ધ કામ કર્યું છે. કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા નિભાવવામાં પણ નબળી છે. લોકોને ભાજપ પર ભરોસો છે. જે લોકો પાસે વિઝન નથી, તેઓ પોતે તો આગળ વધતા જ નથી, પરંતુ દેશને પણ આગળ વધારી શકતા નથી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

 • ભાજપ (47%, 8 Votes)
 • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
 • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.