દિલ્હીમાં વિજય સુરતમાં ઉજવણી, ઈટાલીયાએ કહ્યું, આવતીકાલે પણ AAP ઉજવણી કરશે
સુરત: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AAPનો વિજય થયો છે. જેને લઈને સુરતમાં ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા, અલ્પેશ કથીરિયા સહીત આપ પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઢોલ નગારા સાથે ઉજવણી કરી હતી.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપ પાર્ટીએ બહુમત મેળવ્યું છે. છેલ્લા 15 વર્ષથી ભાજપ સત્તામાં હતું, પરંતુ હવે આપ પાર્ટીએ બહુમત મેળવ્યું છે. આપ પાર્ટીનો વિજય થતા સુરતમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં આપના નેતાઓ અને કાર્યકરો ઢોલ નગારા સાથે ઝૂમી ઉઠ્યા હતા અને ઉજવણી કરી હતી.
ગોપાલ ઈટાલીયાએ કહ્યું હતું કે, આપ પાર્ટીએ દેશની સૌથી નવી અને નાની પાર્ટી છે. આ નાની પાર્ટીએ દેશની સૌથી મોટી પાર્ટીને ટક્કર આપીને દિલ્હી કોર્પોરેશનની અંદર 15 વર્ષ જુના ભ્રષ્ટ શાસનને હટાવીને એક ઈમાનદાર શાસન આપવાની શરૂઆત કરી છે. હું દિલ્હીના સૌ લોકો તેમજ કાર્યકરોને શુભેચ્છા આપું છું, આપ પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરી રહી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપે ઘણા બધા ષડયંત્ર કર્યા છતાંય જનતાએ પોતાનો પ્રેમ પોતાના દીકરા કેજરીવાલને જ આપ્યો. એવી જ રીતે આવતીકાલે ગુજરાતની જનતા પણ પોતાના દીકરા ઈસુદાન ઉપર, પોતાના ભાઈ અલ્પેશ ઉપર અને પોતાના દીકરા અરવિંદ કેજરીવાલ ઉપર પોતાનો પ્રેમ ઢોળવાની છે. તેની એડવાન્સમાં જ હું બધાને શુભેચ્છાઓ પાઠવું છું.
આજે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ MCDના રીઝલ્ટને લઈને ખૂબ જ ઉત્સાહમાં છે. મને ગર્વ થાય છે કે આજે વિશ્વની સૌથી નાની પાર્ટી હોવા છતાં વિશ્વની સૌથી મોટી પાર્ટીને અમે ટક્કર આપી રહ્યા છીએ.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button