એક્ટ્રેસ બિપાશા બાસુએ શેર કરી પુત્રી દેવીની તસવીર

બોલીવુડ એક્ટ્રેસ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર તાજેતરમાં પેરેન્ટ્સ બન્યા છે. બંને હાલ પોતાની નન્હી પરી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે અને તેની સારસંભાળ રાખી રહ્યા છે. આ દરમિયાન બિપાશાએ પોતાના ફેન્સ માટે પુત્રીની પ્યારી ઝલક શેર કરી છે. તસવીરમાં બિપાશાની પુત્રીનો ચેહરો તો દેખાઈ રહ્યો નથી પરંતુ નન્હી પરીની ક્યુટનેસ લોકોને ખૂબ પસંદ આવી રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા બિપાશા બાસુએ લખ્યુ, ‘આ પ્રેમ છે. મારુ દિલ કરણ સિંહ ગ્રોવર અને દેવી. જોકે તસવીર એ રીતે પણ ખૂબ સુંદર છે કે આમાં પિતા કરણ સિંહ ગ્રોવર પુત્રી સાથે જોવા મળી રહ્યા છે. તસવીર જોઈને લાગી રહ્યુ છે કે કરણ પુત્રીનું ધ્યાન રાખતા રાખતા સૂઈ ગયા છે.

ગયા મહિને થયો પુત્રીનો જન્મ

બિપાશા અને કરણે પોતાની પુત્રીનું નામ દેવી બાસુ સિંહ ગ્રોવર રાખ્યુ છે. દેવીનો જન્મ ગયા મહિને 12 તારીખે થયો હતો. આ ત્રીજી વખત બિપાશાએ પુત્રી દેવીની ઝલક શેર કરી છે. સૌથી પહેલા બિપાશાએ દેવીના પગની તસવીર શેર કરી હતી. જે બાદ એક તસવીર સામે આવી હતી, જેમાં કરણે પુત્રીને ખોળામાં બેસાડી હતી અને બિપાશા તેમને નિહાળી રહી હતી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.