AAPએ દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસના 15 અને MCDમાં ભાજપના 15 વર્ષના શાસનને તોડ્યું
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી જીત જોવા મળી રહી છે. ભાજપનો સફાયો કરીને બહુમતી સાથે AAP શાસનમાં આવ્યું છે. દિલ્હીની રાજ્ય સરકાર બાદ હવે MCDની સરકાર પણ કેજરીવાલના હાથમાં આવી ગઈ છે. અત્યાર સુધીના વલણો અને પરિણામોમાં આમ આદમી પાર્ટીએ 250 વોર્ડવાળી દિલ્હી MCDમાં નિર્ણાયક લીડ મેળવી છે. MCDમાં 15 વર્ષ સુધી ભાજપનો કબજો હતો ત્યારે આ વખતે AAPના વાવાઝોડાએ ભાજપનો સફાયો કરી દીધો છે.
કોંગ્રેસ આ વખતે સહેજ ઉપર આવી
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન આ ચૂંટણી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. વોર્ડ મુજબ ચૂંટણી પરિણામો પર ઝીણવટપૂર્વક નજર કરીએ તો ભાજપ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. આ ચૂંટણીમાં ભાજપ દિલ્હીના તે વિસ્તારોમાં પાછળ છે જ્યાં તેની સારી પકડ માનવામાં આવતી હતી. ત્યારે અત્યાર સુધી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં શીખ મતદારોનું વલણ ભાજપની તરફેણમાં રહ્યું છે પરંતુ આ વખતે આવુ જોવા નથી મળ્યું. પશ્ચિમ દિલ્હીના ઘણા વોર્ડમાં ભાજપ પાછળ છે ત્યા પણ શીખ મતદારોનું વલણ મહત્વની ભૂમિકા ભજવે છે.
તિલક નગરમાં શીખ મતદારોની સંખ્યા ઘણી વધારે છે
અહી તિલકનગરમાં પણ આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. તિલક નગરમાં શીખ મતદારોની સંખ્યા ઘણી વધારે છે. આમ આદમી પાર્ટીના અશોક કુમાર મનુ તિલક નગર વોર્ડ નંબર 101થી જીત્યા છે. તેમણે ભાજપના ઉમેદવાર રાજકુમાર ગ્રોવરને 2 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. તિલક નગર તેમજ હરી નગર વિસ્તારમાં જ્યાં શીખ મતદારો નિર્ણાયક છે, ત્યાં આમ આદમી પાર્ટીના રાજેશ કુમાર લદ્દી ભાજપના ઉમેદવાર શ્યામ શર્મા કરતા આગળ છે. પશ્ચિમ દિલ્હીના શીખ બહુલ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી જે રીતે આગળ વધી રહી છે તે ભાજપ માટે ચિંતાનો વિષય છે.
MCDમાં પણ કેજરીવાલનો નારો આપ્યો હતો
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં તિલક નગર અને હરિ નગર, જનકપુરી, વિકાસપુરી ઉપરાંત આ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી ઘણા વોર્ડમાં જીત હાંસલ કરી લીધી છે. આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં જે રીતે MCDમાં પણ કેજરીવાલનો નારો આપ્યો હતો તે જોતાં આ વખતે તે સફળ થાય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધીના પરિણામોમાં આમ આદમી પાર્ટી આગળ છે અને દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકરો જશ્ન મનાવી રહ્યા છે. ત્યારે બેઠકો ઓછી હોવા છતાં મેયર તેમના દ્વારા જ બનાવવામાં આવશે તેવું ભાજપના નેતાઓ વતી કહેવામાં આવી રહ્યું છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button