7 જાન્યુઆરીએ શ્રીલંકા-ભારતની T20 રાજકોટમાં રમાશે
આવનારા વર્ષે એટલે કે 2023માં શ્રીલંકા 3 વન-ડે તેમજ 3 ટી-20 મેચની સિરીઝ રમવા ભારતના પ્રવાસે આવવાની છે. જેમાંથી 7 જાન્યુઆરીએ રાજકોટમાં ટી-20 મેચ રમાશે. શ્રીલંકા સામેની આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ નથી.
ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 26 મેચ રમાઈ છે, જેમાંથી 17 ભારતે જીતી છે, 8 હારી છે તો 1 મેચમાં રિઝલ્ટ નથી આવ્યું. બંને ટીમ છેલ્લે એશિયા કપ 2022માં ટકરાઈ હતી, જ્યાં દુબઈ ખાતે ભારતે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બંને દેશ વચ્ચે જે 26 T20 રમાઈ છે, તેમાંથી 14 ભારતમાં રમવામાં આવી છે. આ 14માંથી ભારતે 11 જીતી છે, 2 ગેમ ગુમાવી છે તો 1માં રિઝલ્ટ નથી આવ્યું.
ભારતીય ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે
રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની ઈન્ડિયન ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે, જેમાં 3 મેચોની વન-ડે સિરીઝમાં પહેલી મેચમાં ભારતનો પરાજય થયો હતો. જ્યારે આજે એટલે કે 7 ડિસેમ્બરે બીજી વન-ડે રમાશે. ભારત આ મેચમાં સિરીઝ બરાબર કરવા ઉતરશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button