કાચુ આદુ ખાવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે મોટાં નુકસાન

ઘણા લોકોને કાચા આદુનું સેવન કરવાની આદત હોય છે. આદુને રાંધ્યા વગર ખાવાથી સ્વાસ્થ્યને ઘણાં નુકસાન થઈ શકે.

લગભગ દરેકના રસોડામાં આદુનો ઉપયોગ પણ થતો જ હોય છે. તો ઘણા લોકો કાચા આદુનું પણ સેવન કરતા હોય છે. આદુમાં ઘણા ઔષધિય ગુણો હોય છે, પરંતુ આ જ આદુને જ્યારે કાચુ ખાવામાં આવે ત્યારે તે શરીર માટે નુકસાનકારક નીવડી શકે છે. કાચા આદુના સેવનથી પેટ, ત્વચા અને શરીરનાં અન્ય અંગોમાં સમસ્યાઓ થઈ શકે છે. વધારે માત્રામાં આદુના સેવનથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. એક દિવસમાં 5 ગ્રામ કરતાં વધારે આદુનું સેવન ન કરવું જોઈએ. ચાલો આજે જાણીએ, કાચા આદુના સેવનથી શરીરને કયાં-કયાં નુકસાન થઈ શકે છે.

 1. છાતિમાં બળતરા થવી
  કાચા આદુના સેવનથી છાતિમાં બળતરા થઈ શકે છે. આદુના સેવનથી એસિડ રિફ્લક્સની સમસ્યા વધી જાય છે. ઘણીવાર આ બળતરા છાતિમાં થવા લાગે છે. જે લોકોને હ્રદય સંબંધિત બીમારી સતાવતી હોય, તેમણે કાચા આદુનું સેવન ન કરવું જોઈએ.
 2. પેટમાં ગેસની સમસ્યા થાય
  કાચા આદુના સેવનથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે. આદુની તાસીર ગરમ હોય છે. તેને શાક કે અન્ય ફોર્મમાં રાંધીને ખાઈ શકાય છે. કાચી આદુના સેવનથી પેટમાં દુખાવો, ગેસ અને અપચાની સમસ્યા થઈ શકે છે.
 3. ત્વચા પર ઉઝરડા પડે
  કાચા આદુના સેવનથી ત્વચામાં ઉઝરડાની સમસ્યા થઈ શકે છે. કેટલાક લોકોને કાચા આદુના કારણે એલર્જી પણ થઈ શકે છે. તેના કારણે ત્વચામાં રેડનેસ, દુખાવો, દાણા અને ઉઝરડા થવા લાગે છે. આદુનું વધારે પડતું સેવન કરવાથી આંખમાં ડ્રાયનેસની સમસ્યા થઈ શકે છે.
 4. ઝાડા થઈ શકે છે
  કાચા આદુનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. વધારે માત્રામાં આદુનું સેવન કરવાથી ઝાડાની સમસ્યા થઈ શકે છે. જો ઝાડા-ઉલટીની સમસ્યા સતાવતી હોય તો આદુનું સેવન ન કરવું જોઈએ. ગર્ભવતી મહિલાઓને કાચા આદુ કે આદુનું વધારે પડતી માત્રામાં સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.
 5. પિત્તની પથરીમાં સેવન ન કરવું કાચા આદુનું
  જો તમારા ગૉલ બ્લેડરમાં સ્ટોન હોય તો તમારે કાચા આદુનું સેવન જરા પણ ન કરવું જોઈએ. આદુનું સેવન કરવાથી શરીરમાં પાચક રસ વધી જાય છે, જેના કારણે પેટમાં દુખાવો થઈ શકે છે.

આદુનું સેવન કેવી રીતે કરવું?

 • આદુવાળી ચાનું સેવન કરવું જોઈએ.
 • આદુનું સેવન સૂંઠ પાવડર તરીકે સુરક્ષિત ગણાય છે.
 • સૂંઠ પાવડરને નવશેકા પાણી સાથે લઈ શકાય છે.
 • શિયાળામાં આદુના સૂપનું સેવન કરી શકાય છે.
 • આદુનો ઉકાળો અને અથાણાનું સેવન પણ કરી શકાય છે.
 • કાચા આદુનું સેવન કરવાથી છાતિમાં બળતરા અને દુખાવો, પેટમાં ગેસ, ઝાડા, રેશેઝ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આદુને હંમેશાં રાંધીને જ ખાવું જોઈએ.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

 • ભાજપ (47%, 8 Votes)
 • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
 • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.