આજથી સંસદનું શિયાળુ સત્ર,બિલ પસાર થઈ શકે છે
આજે એટલે કે સાત ડિસેમ્બરે સંસદનું શિયાળુ સત્ર શરુ થવા જઈ રહ્યું છે. આજથી 29 ડિસેમ્બર સુધી આ સત્ર ચાલશે. સંસદના શિયાળુ સત્ર પહેલા ભાજપના નેતૃત્વ ધરાવતી કેન્દ્ર સરકારના એજન્ડામાં 16 નવા બિલ સામેલ છે. લોકસભાના પહેલા દિવસે જેમનું નિધન આ સત્ર દરમિયાન થયુ તેમને શ્રદ્ધાંજલિ પાઠવશે.
આ બિલ પાસ થઈ શકે છે
સરકાર જે 16 બિલને રજૂ અને પાસ કરવા માગે છે જેમાં રાષ્ટ્રીય દંત આયોગ બિલ, નેશનલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી કમીશન બિલ, કેન્ટોનમેન્ટ બિલ, વન સંરક્ષણ બિલ અને જૈવ વિવિધતા બિલ મુખ્ય છે.
આજે મીડિયા સાથે વાતચીત કરી શકે છે PM મોદી
PM મોદી આજે સવારે એટલે કે સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે મીડિયા સાથે વાતચીત કરી શકે છે. ગયા વર્ષે પણ મોદીએ સત્ર પહેલા મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે સરકાર દરેક મુદ્દે વાતચીત કરવા તૈયાર છે.
ડૉ. એસ જયશંકર સંસદને સંબોધિત કરશે
ભારતના વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકર આજે શિયાળુ સત્રના પહેલા દિવસે સંસદ સંબોધિત કરશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button