બનાસકાંઠાની 9 સીટની ટકાવારી આધારે 4 ભાજપ 5 પર કોગ્રેસને જીતની સંભાવના
બનાસકાંઠાની 9 વિધાનસભા સીટમાંથી 2017માં ડીસા અને કાંકરેજ વિધાનસભા પર ભાજપ વિજય થયુ હતુ. વડગામમાં અપક્ષ વિજેતા બન્યુ હતુ. બાકીની વાવ, થરાદ, ઘાનેરા, પાલનપુર, દાંતા વિધાનસભા સીટ પર કોગ્રેસનો વિજય થયો હતો. આ વિધાનસભા સીટ પર મતદારોનો શુ મિજાજ રહ્યો. 2012, 2017ની તુલનાએ 2022માં કોગ્રેસ સાશિત વિધાનસભા સીટ પર કેટલું મતદાન થયુ અને મતદાનનો પરિણામો પર શુ અસર થશે તે મહત્વનું બની રહે છે. 2022માં કોગ્રેસ સાશિત સીટ પર મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો છે. આ ઘટાડો થવાથી કોગ્રેસને નુકસાન થશે કે ફાયદો તેતો પરિણામ નક્કી કરશે. પણ મતદાન ઘટવાના ક્યાં ક્યાં પરિબળો જવાબદાર છે તે રસપ્રદ છે.
કોગ્રેસ શાસિત વાવ બેઠક પર સરેરાશ 11 ટકા ઓછુ મતદાન થયુ
વાવ બેઠક સીટ પર 2022માં 68.71 ટકા મતદાન થયુ છે. ભાજપ અને કોગ્રેસે ઠાકોર સમાજમાંથી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. વાવ બેઠક પર કોગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર અને ભાજપમાંથી સ્વરુપજી ઠોકોર ચુંટણી લડી રહ્યા હતા. જેથી એક જ સમાજના બે ઉમેદવારો આમને સામને હોવાથી મતદાનમાં ઘટાડો થયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. 2017માં વાવ બેઠક પર 81.22 ટકા મતદાન થયુ હતુ. 2017માં ઠાકોર સમાજ અને ચૌધરી સમાજના ઉમેદવાર આમને સામને હતા. આ ઉપરાંત 2017માં અલ્પેશ ઠાકોર દ્વારા ગુજરાતમાં ઠાકોર સમાજનું આંદોલન ચલાવવામાં આવ્યુ હતુ તેની અસરને કારણે વાવ વિધાનસભા સીટ પર ઠાકોર સમાજના મતદારો એક તરફી થયા હતા. જેના કારણે ગેનીબેન ઠકોરની જીત થઇ હતી. જ્યારે 2012ની ચુંટણીની વાત કરીએ તો વાવ બેઠક પર 77.82 ટકા મતદાન થયુ હતુ. તેમાં પણ કોગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર અને ભાજપમાંથી શંકર ચૌધરી ચુંટણી લડયા હતા. જેમાં શંકર ચૌધરીની જીત થઇ હતી. 2012ના મતદાનની તુલના કરીએ તો 2022માં વાવ વિધાનસભા સીટમાં 9.11 ટકા ઓછુ મતદાન થયુ છે. જ્યારે 2017ની તુલના કરવામાં આવે તો, 12.71 ટકા ઓછુ મતદાન થયુ છે. ઓછુ મતદાન કોગ્રેસ ઉમેદવાર માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
થરાદ સીટ પર ફરી કમળ ખીલે તેવી સંભાવના
થરાદ બેઠક પર 2022માં સૌથી વધુ 85.02 ટકા મતદાન થયુ છે. આ બેઠક કોગ્રેસ હસ્તક છે. કોગ્રેસના ગુલાબસિંહ રાજપૂત પેટા ચૂટણીમાં વિજેતા બન્યા હતા. ગુલાબસિંહ રાજપૂત પેટા ચુંટણીમાં 73000 મત મળ્યા હતા. ગુલાબસિંહ રાજપૂત 6372 મતની લીડથી વિજેતા બન્યા હતા. 2017માં ભાજપના પરબત પટેલ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા તેઓને 69789 મત મળ્યા હતા. પરબત પટેલ 11733 મતની લીડથી વિજેતા બન્યા હતા. 2012માં ભાજપના ઉમેદવાર પરબત પટેલ 68517 મત મળ્યા હતા. પરબત પટેલ 3473 મતની લીડથી વિજેતા બન્યા હતા. 2022માં ભાજપમાંથી શંકર ચૌધરી ચુંટણી લડી રહ્યા છે. આ બેઠકમાં ચૌધરી સમાજના મતો નિર્ણાયક છે. આ બેઠક પર સાંસદ પરબત પટેલ વર્ચસ્વ ધરાવે છે. પરબત પટેલ જેને સાથે આપે તેની જીત થાય એવી સ્થિતિ છે. પેટા ચુંટણીમાં ભાજપે ચૌધરી સમાજના ઉમેદવારને સ્થાને ઠાકોર સમાજના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને ટીકીટ આપી હતી જેથી ભાજપનો પરાજય થયો હતો. છેલ્લી બે વિધાનસભા ચુંટણીના પરિણામ વાત કરીએ તો 2012માં થરાદ સીટ પર 85.50 ટકા અને 2017માં 86.15 ટકા મતદાન થયુ હતુ. બન્ને વિધાનસભાના પરિણામની 2022ના મતદાન સાથે તુલના કરવામાં આવે તો. 2012 કરતાં 2022માં 0.03 ટકા મતદાન ઓછુ થયુ છે જ્યારે 2017ની તુલનામાં 1.13 ટકા ઓછુ મતદાન થયુ છે.
ધાનેરા વિધાનસભા બેઠક પર મતદાન 1 ટકા ઓછુ નોધાયુ
ધાનેરા બેઠક પર 75.12 ટકા મતદાન થયુ છે. આ બેઠક કોગ્રેસ હસ્તક છે. 2022માં કોગ્રસમાંથી નાથાભાઇ પટેલ ચુંટણી લડ્યા હતા. જેમની સામે ભાજપમાંથી ભગવાનજી ચૌધરી અને આપમાંથી સુરેશ દેવાડા ચુંટણી લડ્યા છે. છેલ્લી બે ચુંટણીથી ધાનેરા બેઠક પર કોગ્રસનો વિજય થાય છે. 2012માં જોઇતાભાઇ પટેલ કોગ્રેસમાંથી વિજેતા બન્યા તો 2017માં નાથાભાઇ પટેલ વિજેતા બન્યા હતા. આ બેઠક પર કોગ્રેસના ઉમેદવારને 2012માં 87460 મત મળ્યા હતા. 2017માં કોગ્રેસના ઉમેદવારને 82390 મત મળ્યા હતા. 2012માં કોગ્રેસના ઉમેદવારની લીડ 30291 મતની હતી. જ્યારે 2017 2093 મતની લીડ હતી. આથી છેલ્લા બે વિધાનસભા ચુંટણીના મતદાન ટકાવારીની વાત કરીએ તો 2012ની તુલના કરવામાં આવે તો 2012માં ધાનેરા બેઠક પર 76.84 ટકા મતદાન થયુ હતુ. 2012ની તુલનાએ 2022માં માત્ર 1.12 ટકા ઓછુ મતદાન થયુ છે. જ્યારે 2017માં ધાનેરા બેઠક પર 75.81 ટકા મતદાન થયુ હતુ. 2022 સાથે તુલના કરવામાં આવે તો માત્ર 0.69 ટકા મતદાન ઓછુ થયુ છે. આમ આદમી પાર્ટીમાં મતો વિભાજીત થાય તો ધાનેરા બેઠકના પરિણામ બદલાઇ શકે છે.
દાંતા વિધાનસભા સીટ પર કાંતિ ખરાડીની લીડ ઘટી શકે છે
દાંતા વિધાનસભા સીટ પર આદિવાસી અનામત સીટ છે. 2022માં દાંતા વિધાનસભામાં 70.04 ટકા મતદાન થયુ છે. દાંતા વિધાનસભા સીટ પર બે દિગ્ગજ નેતા ચુંટણી લડી રહ્યા છે. આદિવાસી સમાજના કાંતિ ખરાડી કાગ્રેસમાંથી ચુંટણી લડી રહ્યા છે. જ્યારે ભાજપમાંથી લાતુ પારઘી ચુંટણી લડી રહ્યા છે. આ સીટ પર 70.04 ટકા મતદાન થયુ છે. આ સીટ હાલ કોગ્રેસ હસ્તક છે. જેમાં 2017માં કાંતિ ખરાડીને 86129 મત મળ્યા હતા. કાંતિ ખરાડીને 24652 મતની લીડ મેળવી હતી. જ્યારે 2012ની ચુંટણીમાં કાંતિ ખરાડી 73751 મતથી વિજેતા થયા હતા. કાંતિ ખરાડીની 26990ની લીડ મળી હતી. આમ છેલ્લા બે વિધાનસભામાં કાંતી ખરાડી પોતાની 20 હજાર કરતાં વધુ લીડ યથાવત રાખી છે. 2022માં થયેલા મતદાનની છેલ્લા બે વિધાનસભા મતદાન સાથે તુલના કરવામાં આવે તો, 2012માં દાંતા વિધાનસભા સીટ પર 74.95 ટકા મતદાન થયુ હતુ. 2022 સાથે તુલના કરીએ તો 4.91 ટકા ઓછુ મતદાન થયુ છે. જ્યારે 2017માં દાંતા વિધાનસભા સીટ પર 74.43 ટકા મતદાન થયુ હતુ. જેમાં તુલના કરીએ તો 4.39 ટકા ઓછુ મતદાન થયુ છે.
વડગામ વિધાનસભા 6 ટકા ઓછુ મતદાન થયુ
વડગામ વિધાનસભામાં કુલ 66.21 ટકા મતદાન થયુ છે. વડગામમાં 2017માં અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશ મેવાણી વિજય બન્યા હતા. 2022માં જિજ્ઞેશ મેવાણી કોગ્રેસમાંથી ચુંટણી લડી રહ્યા છે. જીજ્ઞેશ મેવાણી સામે ભાજપમાંથી મણીભાઇ વાઘેલા ચુંટણી લડ઼ી રહ્યા છે. આ સીટના પરીણામની વાત કરીએ તો 2017માં વડગામમાં જીજ્ઞેશ મેવાણીને 95497 મત મળ્યા હતા. જીજ્ઞેશ મેવાણી 19696 લીડ મળી હતી. 2012માં કોગ્રેસમાંથી મણીભાઇ વાઘેલા ચુંટણી લડ્યા હતા તેમને 90375 મત મળ્યા હતા. મણીભાઇને 21839 મતની લીડ મળી હતી. છેલ્લી બે ચુંટણીમાં થયેલા મતદાનની ટકાવારીને 2022ની ટકાવારી સાથે તુલના કરીએ તો, 2012માં 72.27 ટકા મતદાન થયુ હતુ. 2012 કરતાં 2022માં 6.06 ટકા ઓછુ મતદાન થયુ છે. જ્યારે 2017માં વડગામ સીટ પર 72.12 ટકા મતદાન થયુ હતુ. 2017ની તુલના કરીએ તો 5.91 ટકા ઓછુ મતદાન થયુ છે. આ મતદાન સુચવે છે કે 2022ના પરીણામમાં જીજ્ઞેશ મેવાણીની લીડ ઓછી થઇ શકે છે.
શહેરી વિધાનસભા પાલનપુર સીટ પર 7 ટકા ઓછુ મતદાન થયુ
પાલનપુર વિદાનસભા સીટ પર કુલ 62.63 ટકા મતદાન થયુ છે. પાલનપુર સીટ કોગ્રેસ હસ્તક છે. કોગ્રેસના મહેશ પટેલ 2017માં આ સીટ પરથી 91512 મત મળ્યા હતા. મહેશ પટેલની 17593 મતની લીડ હતી. 2012ના વિધાનસભા ચુંટણીમાં મહેશ પટેલને 95097 મત મળ્યા હતા. મહેશ પટેલની 5284 મતની લીડ હતી. છેલ્લી બે ચુંટણીથી મહેશ પટેલ પાલનપુર સીટ પરથી વિજેતા બને છે. 2022માં પણ તેઓ પાલપુર સીટ પર ચુંટણી લડ્યા છે. 2022માં થયેલા મતદાનની છેલ્લી બે ચુંટણી સાથે તુલના કરીએ તો, 2012માં પાલનપુર સીટ પર 71.20 ટકા મતદાન થયુ હતુ. 2012ની તુલનાએ 2022માં 8.57 ટકા ઓછુ મતદાન થયુ છે. જ્યારે 2017માં 70.11 ટકા મતદાન થયુ હતુ. 2017ની તુલનાએ 2022માં 7.48 ટકા ઓછુ મતદાન થયુ છે.
ડીસા વિધાનસભા સીટ પર છેલ્લી બે ચુંટણી કરતાં 3 ટકા વદારે મતદાન થયુ
ડીસા વિધાનસભા સીટ પર કુલ 73.94 ટકા મતદાન થયુ છે. ડીસા વિધાનસભા ભાજપ હસ્તક છે. 2017માં ડીસા વિધાનસભા સીટ પર શશિકાત પંડ્યાને 85411 મત મળ્યા હતા. જેમાં 14531 મતની લીડ મળી હતી. 2012માં ડીસા સીટ પરથી ભાજપના લીલાધર વાઘેલાની જીત થઇ હતી તેમણે 66294 મત મળ્યા હતા. લીલાધર વાઘેલાને 17706 મતની લીડ મળી હતી. 2012ના ડીસા વિધાનસભામાં કુલ 70.26 ટકા મતદાન થયુ હતુ. 2012ના મતની ટકાવારીની તુલના કરીએ તો, 2012 કરતાં 2022માં 3.68 ટકા વધારે મતદાન થયુ છે. તેવી રીતે 2017માં 70.11 ટકા મતદાન થયુ હતુ. 2017 સાથે 2022ની મતદાન ટકાવારી તુલના કરીએ તો 3.83 ટકા વધારે મતદાન થયુ છે.
દિયોદર સીટના કોગ્રેસ માટે ચિંતા ઉભી કરી શકે છે.
દિયોદર વિધાનસભા સીટ પર કુલ 74.02 ટકા મતદાન થયુ છે. દિયોદર વિધાનસભા સીટ કોગ્રેસ હસ્તક છે. 2017માં કોગ્રેસના ઉમેદવાર શીવાભાઇ ભુરીયા અહીથી 80432 મત મળ્યા હતા. તેમણી લીડ 972 મતની હતી. 2012માં ભાજપના કેશાજી ચૌહાણ ચુંટણી જીત્યા હતા તેમણે 76265 મત મળ્યા હતા. કેશાજીને 20809 મતની લીડ મળી હતી. છેલ્લા બે વિધાનસભા ચુંટણીના મતદાનની ટકાવારીની વાત કરીએ તો, 2012માં 82.17 ટકા મતદાન થયુ હતુ. 2012ની 2022ની તુલનાએ 8.15 ટકા ઓછુ મતદાન થયુ છે. જ્યારે 2017માં 77.38 ટકા મતદાન થયુ હતુ. 2017ની તુલનાએ 2022માં 3.18 ટકા ઓછુ મતદાન થયુ છે. આ સીટ પર મતદાનની ટકાવારી આધારે બન્ને પક્ષો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
કાંકરેજ વિધાનસભામાં 7 ટકા ઓછુ મતદાન નોધાયુ
કાંકરેજ વિધાનસભા સીટ પર કુલ 68.89 ટકા મતદાન થયુ છે. આ સીટ ભાજપ હસ્તક છે. 2017માં ભાજપના કિર્તિસિંહ વાધેલા 95131 મત મળ્યા હતા. કિર્તીસિંહની વાધેલાને 8588 લીડ મળી હતી. 2012માં કોગ્રેસના ઘારસિંહભાઇ ખાનપુરમે 73900 મત મળ્યા હતા તેમણે 600 મતની લીડ મળી હતી. 2012 અને 2017ના વિધાનસભા ચુંટણીના મતદાનની ટકાવારી વાત કરીએ તો, 2012માં કાંકરેજ વિધાનસભામાં 71.74 ટકા મતદાન થયુ હતુ. 2012ની 2022 મતદાન સાથે તુલના કરીએ તો 2.85 ટકા ઓછુ મતદાન થયુ છે. જ્યારે 2017માં 76.07 ટકા મતદાન થયુ છે. 2017ની તુલનાએ 7.18 ટકા ઓછુ મતદાન થયુ છે. ઓછા મતદાન વચ્ચે ભાજપ પોતાની જીત યથાવત રાખી શકશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button