નવા મુખ્યમંત્રીએ ૧૪ તારીખ પહેલા શપથ લેવા પડશે, ૧૫ તારીખથી કમુરતા

આ પહેલા નરેન્દ્ર મોદીએ કમુરતમાં સતત ત્રણ વખત સરકાર બનાવી અને શપથ લીધા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ છે. આ પછી 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આ વખતે એક્ઝિટ પોલ ભાજપને સત્તા પર આરુઢનો અંદેશો આપી રહ્યું છે. જો કે, 27 વર્ષથી આ સીલસીલો ચાલી રહ્યો છે. પરંતુ મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે, આ પહેલા નરેન્દ્ર મોદીએ કમુરતમાં સતત ત્રણ વખત સરકાર બનાવી અને શપથ લીધા હતા.

રાજ્યમાં વર્તમાન એક્ઝિટ પોલ મુજબ ભાજપ સરકાર બનાવશે તેવું ચિત્ર સામે આવ્યું છે. નરેન્દ્ર મોદીએ 3 વખત અને વિજય રૂપાણીએ એક વખત તેમની સરકારના શપથ લીધા હતા. જો કે આ વખતે પરીણામ આવવાના બાકી છે. ત્યારે કમુરત પહેલા નવી સરકાર રચાશે. પરિણામે મુખ્યમંત્રી સહિત નવી સરકારનું સમગ્ર મંત્રીમંડળ 14 ડિસેમ્બરે શપથ લે તેવી શક્યતા છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ BAPSના એક કાર્યક્રમ માટે ગુજરાતમાં આવી પણ શકે છે. જે 14 ડીસેમ્બરના રોજ યોજવામાં આવી રહ્યો છે.

2002થી લઈને 2012 સુધીમાં કમુરતામાં મંત્રીઓ તેમજ સીએમએ લીધા હતા શપથ

નરેન્દ્ર મોદીએ અગાઉ 2002માં કમુરતાથી ચૂંટણી જીતીને સરકાર બનાવી હતી. જેમાં 22 ડિસેમ્બરે તેમની સાથે સમગ્ર કેબિનેટે શપથ લીધા હતા. તો 2007માં નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ 23 ડિસેમ્બરે યોજાયો હતો. 20 ડિસેમ્બર 2012 ના રોજ, નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા અને તેમના મંત્રીમંડળના શપથ લીધા. આમ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ તેમના સમયે સતત 3 વખત થયો હતો ત્રણેય વખત લીડથી જીત્યા અને સફળતા પણે મેળવી હતી જ્યારે વિજય રૂપાણીએ છેલ્લે કમુરતામાં શપથ લીધા હતા. ત્યારે હવે એવી ધારણા છે કે આગામી સરકારમાં જે મુખ્યમંત્રી બને તે અને તેના મંત્રી મંડળના સભ્યો 14 ડિસેમ્બરે કમુરતા પહેલા શપથ લેશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.