ગત ચૂંટણીમાં કેટલા એક્ઝિટ પોલમાં હતી પોલમપોલ, કેટલા પડ્યા હતા ખોટા
2017ની વિધાનસભા ચૂંટણીના બંને તબક્કા 14 ડિસેમ્બરે પૂર્ણ થયા હતા અને ત્યાર બાદ એક્ઝિટ પોલ આવવા લાગ્યા હતા. એક્ઝિટ પોલ્સ ટૂડે ચાણક્ય એક્ઝિટ પોલ્સમાં ભાજપ 135 બેઠકો, કોંગ્રેસ 47 બેઠકોનો દાવો કર્યો હતો.
ગત વખતે જાણો કોણે કેટલો દાવો કર્યો હતો
2017ની વિધાનસભા ચૂંટણીના બંને તબક્કા 14 ડિસેમ્બરે પૂર્ણ થયા હતા અને ત્યાર બાદ એક્ઝિટ પોલ આવવા લાગ્યા હતા. એક્ઝિટ પોલ્સ ટૂડે ચાણક્ય એક્ઝિટ પોલ્સમાં ભાજપ 135 બેઠકો, કોંગ્રેસ 47 બેઠકો, ભાજપ 142 બેઠકોનો દાવો VDP એસોસિએટ્સ એક્ઝિટ પોલ્સે કર્યો હતો જ્યારે કોંગ્રેસ 37 બેઠકો અન્યને 3 લોકનીતિ CSDS એક્ઝિટ પોલ્સમાં ભાજપને 117 બેઠકો મળવાનું અનુમાન હતું કોંગ્રેસને 64 બેઠકો અન્ય 1 બેઠક. જેમાં માત્ર ત્રણ એક્ઝિટ પોલ એવા હતા જેમાં ભાજપની સીટો 99 થી 109 સુધી મર્યાદિત રહેવાની ધારણા સાચી પડી હતી.
આ રીતે થાય છે પોલ
વિધાનસભા હોય કે લોકસભાની ચૂંટણી સૌથી વધુ પરીણામ પહેલા લોકપ્રિય શબ્દ એક્ઝિટ પોલ હોય છે. કેમ કે, સૌ એના પર ચર્ચા કરતા હોય છે. એક્ઝિટ પોલ એ છે કે જ્યારે વિવિધ પોલિંગ એજન્સીઓના લોકો મતદાનના દિવસે મતદાન મથકની બહાર ઊભા હોય છે. મત આપ્યા પછી પાછા ફરનાર કોઈપણ મતદારને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે જેમ કે તમે કોને મત આપ્યો?, તમે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપ્યો?, પરિવારમાં કેટલા મતદારો છે?, તમને ઉમેદવાર કેમ પસંદ ન આવ્યો? સહીતના એક્ઝિટ પોલના પ્રશ્નો બાદ આંકડાકીય વિશ્લેષણ કરવામાં આવે છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button