તારમાં ફાઈનલ પહેલાં ફિફા વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કરશે
બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ કતારમાં 18 ડિસેમ્બરે રમાનારી ફાઇનલ મેચ પહેલા ફિફા વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કરશે. અભિનેત્રીની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, દીપિકા ટૂંક સમયમાં કતાર જશે અને ભરચક સ્ટેડિયમમાં ફિફા વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કરશે, ફિફાના ઇતિહાસમાં આવું કરનાર તે પ્રથમ ઇન્ડિયન એક્ટર બનશે.
જો કે, આ ન્યૂઝ ફાઈલ કરવામાં આવ્યા ત્યાં સુધીમાં દીપિકાની ટીમ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ ન હતી.
દીપિકાએ તાજેતરમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી સભ્યોમાંના એક તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ‘ગોલ્ડન રેશિયો ઓફ બ્યુટી’ અનુસાર વિશ્વની ટોપ 10 સૌથી સુંદર મહિલાઓની યાદીમાં તે એકમાત્ર ભારતીય પણ હતી.
દીપિકા ટૂંક સમયમાં શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમ સાથે આગામી ફિલ્મ પઠાણમાં જોવા મળશે, જે 25 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થઈ રહી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button