હેપ્પી બર્થડે રવીન્દ્ર જાડેજા, ખેલાડી પ્રચારમાં યંત્રવત લાગ્યા, ખેલમાં ઉત્તમ
ભારતીય ક્રિકેટ ટીમના શ્રેષ્ઠ ફિલ્ડર, સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો આજે 34મો જન્મદિવસ છે. જડ્ડુનો જન્મ 6 ડિસેમ્બર 1988ના રોજ જામનગરમાં થયો હતો. તે આજે પોતાના ઓલરાઉન્ડ દેખાવને કારણે રમતના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમમાં પોતાનું સ્થાન સિમેન્ટ કરી ચુક્યો છે.
હાલમાં ઇજાને કારણે ટીમની બહાર છે, પરંતુ જલ્દી જ ક્રિકેટિંગ ફિલ્ડ પર કમબેક કરવા મક્કમ છે. ઉલ્લેખનીય છે કે, આજે જાડેજાને બધા એક સ્ટ્રોંગ વ્યક્તિ તરીકે ઓળખે છે, પરંતુ એક સમય હતો જ્યારે તેણે ક્રિકેટ છોડવાનું વિચારી લીધું હતું. અહીં આપણે બ્રીફમાં તેના બેકગ્રાઉન્ડને રિકોલ કરીશું.

જડ્ડુના પિતા અનિરુદ્ધ એક ખાનગી કંપનીમાં ચોકીદાર હતા. તેઓ તેમના પુત્રને ભારતીય સેનાનો અધિકારી બનાવવા માગતા હતા, પરંતુ રવિન્દ્રને શરૂઆતથી જ ક્રિકેટમાં રસ હતો. બાળપણમાં તે આ બાબતને લઈને તેના પિતાથી ખૂબ જ ડરતા હતા. જાડેજાની માતાનું 2005માં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતથી જાડેજાને એટલો આઘાત લાગ્યો હતો કે તેણે ક્રિકેટ લગભગ છોડી દીધું હતું. પરંતુ બાદમાં પોતાના કોચની મદદથી તેણે ક્રિકેટને પ્રોફેશન બનાવવાનું પગલું ભર્યું અને પછી ક્યારેય પાછળ ફરીને જોયું નથી.

રવીન્દ્ર જાડેજાએ ઘરેલુ ક્રિકેટમાં સારો દેખાવ કર્યો હતો, જેના આધારે તેને IPLમાં રમવાની તક મળી, જેમાં તેણે પોતાની બોલિંગ અને બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું અને 2009માં તેને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો. વનડેમાં તેના પ્રથમ 4 વર્ષમાં તે કંઈ ખાસ કરી શક્યો ન હતો પરંતુ ઈંગ્લેન્ડમાં 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેણે સૌથી વધુ વિકેટ લીધી હતી અને ગોલ્ડન બોલ જીત્યો હતો, ત્યારબાદ તે સતત છવાયેલો રહ્યો છે. જાડેજા આજે ભારતની ટેસ્ટ, ODI અને T20 ટીમનો મહત્વનો ભાગ છે.

હાલ જડ્ડુને ફેન્સ સર જાડેજા કહીને પણ બોલાવે છે. જો કે, તેને આ ટાઇટલ કેમ અને કોના થ્રુ મળ્યું એની સ્ટોરી પણ રસપ્રદ છે. 2013માં ચેન્નઈને બેંગલોર સામે 1 બોલમાં 2 રનની જરૂર હતી. ત્યારે જાડેજાએ હવામાં શોટ માર્યો અને થર્ડમેન પર કેચ આઉટ થયો હતો. જો કે, આ નો-બોલ હોવાથી ચેન્નઈ મેચ જીતી ગયું. મેચ બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ તેને સરનું ટાઇટલ આપ્યું હતું. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, “જ્યારે તમે સર જાડેજાને 2 રન કરવા માટે 1 બોલ આપો છો તો તે એક બોલ બાકી રાખીને મેચ જિતાડે છે.” ત્યારથી બધા તેને સર જાડેજા જ કહીને બોલાવે છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button