હિમાચલમાં પરિવર્તનનો પવન, ‘અબકી બાર’ કોંગ્રેસનું રાજ

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. આ ટક્કરમાં કોંગ્રેસને સામાન્ય લીડ મળી શકે છે. આજતક એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં ભાજપને 42 ટકા, કોંગ્રેસને 44 ટકા અને આપને 2 ટકા વોટ શેર મળતા જોઈ શકાય છે. 2017માં ભાજપને 48.59 ટકા મળ્યા હતા. જયારે કોંગ્રેસને 41.6 ટકા વોટ શેર મળ્યા હતા. અહીં કોંગ્રેસ જૂની પેન્શન યોજનાનો મુદ્દો આપ્યો હતો જે લોકોને ઘણો જ પસંદ આવ્યો છે.

હિમાચલમાં કઈ પાર્ટીને કેટલી સીટ
હિમાચલમાં ભાજપને 24-34 સીટ મળતી જોઈ શકાય છે. કોંગ્રેસને 30-40 સીટ મળવાના સંકેત છે. જ્યારે આમ આદમી પાર્ટીને કોઈ સીટ પર જીત મળતી નથી દેખાતું.

કુલ સીટઃ 68, બહુમતી માટેઃ 35
એક્ઝિટ પોલ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અન્ય
રિપલબ્કિક પી-મારક્યૂ 34-39 28-33 0-1 1-4
ટાઈમ્સ નાઉ ઈટીજી 38 28 0 2
ઈન્ડિયા ટીવી 35-40 26-31 0 0-3
ઈન્ડિયા ન્યૂઝ-જન કી બાત 32-40 27-34 0 1-2
ઝી ન્યૂઝ – બાર્ક 35-40 20-25 0-3 1-5
આજતક એક્સિસ માય ઈન્ડિયા 24-34 30-40 0 4
ટીવી 9 ઓન ધ સ્પોટ 33 31 0 4

હિમાચલમાં 2012ની વાત કરીએ તો 38.47 ટકા વોટ શેર ભાજપને મળ્યો હતો. કોંગ્રેસને 42.81 ટકા વોટ શેર મળ્યો હતો. 2007ને 43.78 ટકા અને કોંગ્રેસને 38.90 ટકા વોટ શેર મળ્યો હતો. હિમાચલમાં 4થી 8 ટકા વોટ શેરના અંતરથી સરકાર બને છે.

હિમાચલમાં 12 નવેમ્બરે એક જ તબક્કામાં તમામ 68 સીટ પર મતદાન થયું હતું. આ વખતે 75 ટકાથી વધુ મતદાન થયું હતું. વિધાનસભા ચૂંટણીના પરિણામ 8 ડિસેમ્બરે જ આવશે. પરંતુ પરિણામ પહેલા એક્ઝિટ પોલના પરિણામ સામે આવી રહ્યાં છે. હાલ હિમાચલમાં સત્તા બદલાશે કે રિવાજ? તેના પર બધાંની નજર છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. બંને પાર્ટીઓએ પૂરી તાકાતથી ચૂંટણી પ્રચારમાં જોર લગાવ્યું હતું. રાજ્યમાં 2017માં ભાજપે જીત મેળવી હતી. જો કે અહીં અત્યાર સુધીમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાનો ટ્રેન્ડ રહ્યો છે.

હિમાચલમાં 68 સીટ પર 412 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. પ્રદેશનો અત્યાર સુધીનો ટ્રેન્ડ રહ્યો છે કે દરેક ચૂંટણીમાં સરકાર બદલાય છે. એટલે સત્તાધારી પાર્ટીને હારનો સામનો કરવો પડી શકે છે. તેથી આ વખતે ચૂંટણી પ્રચારમાં ભાજપને નવો નારો આપ્યો હતો- રાજ નહીં, રિવાજ બદલીશું. એટલે કે સરકાર નહીં, પરંતુ જૂની પરંપરાને બદલીશું. હિમાચલમાં ભાજપની સરકારમાં જયરામ ઠાકુર મુખ્યમંત્રી છે. આ પહેલાં 2012માં કોંગ્રેસની સરકાર બની હતી.

આ દિગ્ગજની કિસ્મત EVMમાં કેદ
આ ચૂંટણીમાં મુખ્યમંત્રી જયરામ ઠાકુર, પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહ અને પૂર્વ ભાજપના અધ્યક્ષ સતપાલસિંહ સત્તીની શાખ દાવ પર છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ હિમાચલ પ્રદેશમાં પુરું જોર વાપરીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. જ્યારે કોંગ્રેસ તરફથી પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સક્રિય રહ્યાં. મુકાબલો મુખ્યરૂપે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહ્યો છે.

 

 

 

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.