શું કહે છે એક્ઝિટ પોલના આંકડાઓ, કોની બની રહી છે ગુજરાતમાં સરકાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ત્રિકોણીય જંગમાં એકપછી એક એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવી રહ્યા છે જેમાં કોની સરકાર બની રહી છે તેને લઈને એક્ઝિટ પોલમાં દાવોઓ કરવામાં આવી રહ્યા છે.
- ભાજપ ૮૨-૮૨
- કોંગ્રેસ ૯૧-૯૩
- અન્યો ૦૯-૧૨
ગુજરાતમાં ભાજપની સરકારનો દાવો
ટીવી 9 ભારત વર્ષના એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. તેમનો સર્વે ગુજરાતમાં ભાજપને સંભવિત 125-130 બેઠકો આપી રહ્યો છે. કોંગ્રેસને 40-50 સીટો, AAPને 3-5 અને અન્ય પક્ષોને 03-07 બેઠકો મળે તેવી શક્યતા
એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલ 2022માં પ્રથમ તબક્કાના આ છે આંકડાઓ
દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર કોને કેટલી બેઠક અને વોટ શેર?
- ભાજપ 26
- કોંગ્રેસ 6
- આપ 2
- અપક્ષ 1
દક્ષિણ ગુજરાતના વોટ શેર
ભાજપ- 48%
તમે – 27%
કોંગ્રેસ – 23%
અન્ય – 2%
જાણો કચ્છ-સૌરાષ્ટ્રમાં શું છે સ્થિતિ
ભાજપ 38
કોં 10
આપ 5
અન્ય 1
ગુજરાત ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો કયો હતો?
ટાઈમ્સ નાઉ નવભારતના જણાવ્યા અનુસાર ગુજરાતની ચૂંટણીમાં સૌથી મોટો ચૂંટણી મુદ્દો મોંઘવારીનો હતો. પીએમ મોદીએ રેવડી કલ્ચરને લઈને આમ આદમી પાર્ટીને ઘેરી હતી. ટાઈમ્સ નાઉ નવભારત અનુસાર, 13 ટકા લોકો માનતા હતા કે રેવડી કલ્ચરનો મુદ્દો મહત્વનો હતો.
A. રેવડી સંસ્કૃતિ 13%
B. ભ્રષ્ટાચાર 17%
C. મોંઘવારી 44%
D. બેરોજગારી 26%
2017ના એક્ઝિટ પોલના આંકડા હતા રસપ્રદ
વર્ષ 2017માં, ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેના એક્ઝિટ પોલ ખૂબ જ રસપ્રદ હતા જેમાં ટાઈમ્સ નાઉએ ભાજપ માટે 115 અને કોંગ્રેસને 64 બેઠકોનું અનુમાન લગાવ્યું હતુ જ્યારે ચાણક્યએ એક્ઝિટ પોલ પ્રસારિત કર્યો હતો કે ભાજપને 135 અને કોંગ્રેસને માત્ર 47 બેઠકો મળવાનો ક્યાંસ લગાવ્યો હતો. એપીબી ન્યૂઝે એક્ઝિટ પોલ દ્વારા ભાજપ 117 બેઠકો અને કોંગ્રેસ 64 બેઠકો જીતવાનુ અનુમાન લગાવ્યું હતું. જ્યારે ઈન્ડિયા ટુડેએ દાવો કર્યો હતો કે ભાજપને 99થી 113 બેઠકો મળશે અને કોંગ્રેસને 68થી 82 બેઠકો મળશે.
ચુંટણીની શરૂઆતમાં મનાય રહ્યું હતું કે જંગ ત્રિપાંખીયો છે જેનો સરાસર છેદ ઉડાડતા અમારા ગ્રાઉન્ડ રૂટના પત્રકારો જણાવે છે કે જંગ બહુપાંખિયો હતો, તેથી અમે ફરી વખત અમારા એ નિવેદનને વળગી રહીએ છીએ કે મતદારોએ આ વખતે ઉંધી એબીસીડી ચલાવી છે અર્થાત DCBA જેને એવી રીતે ગણી શકાય કે જનતાએ દંડો ઉગામ્યો છે અર્થાત (D), ગામડાઓમાં મતદાન વધુ થયું છે, તેથી એમ માની શકાય કે (C) અર્થાત કોંગ્રેસના મતદારોએ મતદાન પુરતું કર્યું છે, શહેરી વિસ્તારોમાં મતદાન અપૂરતું થયું છે, અને શહેરનો મતદાર મોટાભાગે ભાજપનો મતદાર વધુ હોય છે તેથી (B) અર્થાત ભાજપનું અપૂરતું તો અપૂરતું પરંતુ મતદાન થયું છે, હવે વાત કરીએ (A) ની અર્થાત અન્યો જેમાં અપક્ષ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, એઆઈએમઆઈએમ, બીટીપી અને લોકદળ જેવી પાર્ટીઓ, જનતાએ બધાને થોડું થોડું આ વખતે આપ્યાનું મનાય છે.
વાત કરીએ ૨૭ વર્ષના ભાજપ શાસનની તો વાંચકોએ એ સમજવાની જરૂર છે કે ૩૮ પ્રવાસ કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેના જ ૪૦ વચનોમાં ખરા નથી ઉતર્યા જે આપણે આગળ વાંચી ગયા છીએ, બીજું કે નરેન્દ્રભાઈ મોદીની આંધીના દૌરમાં પણ તેઓ કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના ૧૪૯ સીટોના રેકોર્ડને પાછલા ૧૫ વર્ષમાં તોડી નથી શક્યા, ૨૦૧૪ માં ગુજરાતના આ પનોતા પુત્ર ભારત સરકારના પ્રધાનમંત્રી બન્યા ત્યારથી ૨૦૨૨ સુધી ત્રણ મુખ્યમંત્રી, એક ચુંટણી અને એક આખેઆખી સરકાર બદલવા છતાં ભાજપના ઘટતા ગ્રાફને ઉંચો લાવી નથી શક્યા, ૨૦૧૨ માં ભાજપ ૧૧૫ સીટ, ૨૦૧૭ માં ૯૯ સીટ જીત્યું છે, બીજી તરફ સત્તાથી ૨૭ વર્ષ દુર રહેવા છતાં, અનેક ધારાસભ્યો કોંગ્રેસ છોડી ગયા હોવા છતાં, કોંગ્રેસના આલા નેતા રાહુલને ‘પપ્પુ’ ઘોષિત કરવા છતાં પણ કોંગ્રેસ એનો ગ્રાફ ધીરે ધીરે ઉચો લાવવામાં સફળ રહી છે.
ભાજપનો ઘટતો ગ્રાફ અને કોંગ્રેસનો વધતો ગ્રાફ આ વખતે જંગ કરે એ પહેલા ‘આમ આદમી પાર્ટી’ એ ગુજરાતની ચુંટણીમાં ઝંપલાવતા અને એ બંને પક્ષોના મતોને તોડતા હોવાનું માનીએ તો મતદાર કોંગ્રેસથી ઓછો જયારે સત્તાપક્ષ ભાજપથી વધુ નારાજ કહી શકાય, વાત કરીએ ગ્રામ્ય મતદારોની તો ગામડાઓના મોટાભાગના મતદારો ખેતી સાથે સંકળાયેલા કહી શકાય, આ મતદારોમાં વધુ મતદાન એ સૂચવે છે કે ગુજરાતનો ખેડૂત સરકારથી નારાજ છે અને તેનું મજબુત કારણ છે ખેડૂતોનો પાકવીમો, ૨૯૦૦૦ કરોડનો પાકવીમો ચૂકવાયો નથી. બીજી બાજુ શહેરી મતદારોમાં ઓછું મતદાન એ સૂચવે છે કે તેઓ પણ નારાજ છે, વાત કરીએ તેની નારાજગીની તો શહેરમાં વસતો મધ્યમવર્ગનો પરિવાર બેહાલ છે, શહેરમાં વસતા લોકો પરિવાર દીઠ વર્ષમાં સીધો અને આડકતરો ટેક્ષ લગભગ દોઢ લાખથી અઢી લાખ સુધીનો ચુકવે છે, અને આ ટેક્ષ ૨૦૧૪ પછી વધ્યો છે તેથી મધ્યમવર્ગની કમ્મર તૂટી ગઈ છે, કોરોના બાદ વારંવાર તે સરકારને વિનંતીઓ કરતો રહ્યો પરંતુ લોકલાડીલા પ્રધાનમંત્રી એ ‘આત્મનિર્ભર’ એવો નવો શબ્દ આપતા લોકો ખાસ કરીને મતદારો સમજી ગયા કે ઉદ્યોગપતિઓના ૨ લાખ ૬૮ હજાર કરોડનો ટેક્ષ માફ કરનાર સરકારને મધ્યમવર્ગની પડી નથી, ગુજરાતમાં આ વખતે પેપર કાંડ, તક્ષશિલા કાંડ, કોરોનામાં ઓક્સીજન કાંડ અને તાજેતરમાં મોરબી ઝૂલતો પુલ કાંડ અપ્રત્યક્ષ મુદ્દાઓ હતા, જેનો સરકારે ક્યાંય ઉલ્લેખ સુદ્ધા ન કરતા મતદારો બરાબરના ગિન્નાયા હતા.
વાત કરીએ પ્રથમ તબક્કાની તો તેમાં ગામડાઓના મતદારો વધુ હોવાનું મનાય છે જેમાં ૬૩.૩૧ ટકા મતદાન થયું છે અને બીજા તબક્કામાં શાહેરી મતદારો વધુ હોવાનું મનાય છે જેમાં ૫૮.૫૬ ટકા મતદાન થયું છે, આ પરિસ્થિતિઓ સૂચવે છે કે જનતાએ સરકાર સામે દંડો ઉગામ્યો છે. આ વખતે પ્રથમ તબક્કાનું મતદાન ૬૩.૩૧ અને બીજા તબક્કાનું મતદાન ૫૮.૫૬ ટકા થયું છે,
વાત કરીએ વોટ શેરની તો ૨૦૧૭ માં ભાજપને ૩૮%, કોંગ્રેસને ૩૦% અને ૦૧% અન્યોને ફાળે ગયો હતો, અને કુલ મતદાન ૬૯% ની આસપાસ રહ્યું હતું (ક્યાંય વધુ/ક્યાંય ઓછું), ગત વખત કરતા ભાજપથી માત્ર આઠ% વોટ શેરમાં કોંગ્રેસ પાછળ હતું અને પરીણામ આવ્યું હતું, ૯૯ સીટ ભાજપ, ૭૮ સીટ કોંગ્રેસ, ૩ સીટ બીટીપી, ૦૧ સીટ એનસીપી અને એક સીટ અન્યને ફાળે ગઈ હતી.
બદામ- માધવસિંહ સોલંકીના સમયમાં KHAM થીયરીથી કોંગ્રેસે ૧૪૯ સીટો હાસિલ કરી હતી, આ વખતે કોંગ્રેસે કેન્દ્રીય નેતૃત્વને સીમિત રાખીને BADAM થીયરી અપનાવી હોવાનું મનાય રહ્યું છે, બદામ એટલે બક્ષીપંચ, આદિવાસી, દલિત, અન્ય અને માઈનોરીટી. મતદારનો મિજાજ જોઈએ તો શહેરી વિસ્તારોમાં મતદાન ઓછું થયું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધુ થયું છે તે જોઈએ તો ભાજપની મોઘવારી, બેરોજગારી, પેપરકાંડ અને તક્ષશિલા તથા મોરબી જેવી દુર્ઘટનાઓ સામે કોંગ્રેસની ‘બદામ’ અસરકારક નીવડે તેવા એંધાણ જાણવા મળી રહ્યા છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button