ચૂંટણી પંચે 6:30 વાગ્યા સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મુક્યો

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જે બાદ 8 ડિસેમ્બર સુધી પરિણામની રાહ જોવી પડશે. આ દિવસે ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશ અને અન્ય પાંચ રાજ્યોની છ વિધાનસભા અને એક લોકસભા સીટના પરિણામ પણ જાહેર થશે.

જો કે આજે સાંજે સાડા છ વાગ્યા બાદ તમામ એક્ઝિટ પોલનો રિપોર્ટ આવવા લાગશે. ચૂંટણી પંચે 6-30 સુધી તમામ મીડિયા હાઉસને એક્ઝિટ પોલ જાહેર ન કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે 6-30 વાગ્યા બાદ જે એક્ઝિટ પોલ આવશે તેમાં અનુમાન લગાડવામાં આવશે કે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોઈ પાર્ટીની સરકાર બની શકે છે? કયા રાજ્યમાં કઈ પાર્ટીને કેટલી બેઠક મળી શકે છે? શું ભાજપ ફરી બંને રાજ્યમાં સરકાર બનાવવામાં સફળ રહેશે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી કોઈ બદલાવ લાવવામાં સફળ રહેશે?

તમામ એજન્સીઓના એક્ઝિટ પોલના રિપોર્ટ તમે સૌથી પહેલાં ગુજરાતી જાગરણ મોબાઈલ એપ અને gujaratijagran.com પર જોઈ શકાશે. તમામ એક્ઝિટ પોલની સરેરાશ એટલે કે પોલ ઓફ પોલ્સમાં ક્યાં કોની સરકાર બની શકે છે. તે પણ અમે તમને જણાવીશું.

2017માં ગુજરાત માટે એક્ઝિટ પોલમાં શું થયા હતા મોટો દાવો?
    પાંચ વર્ષ પહેલાં એટલે કે 2017માં થયેલી વિધાનસભા ચૂંટણી બાદ તમામ એજન્સીઓએ એક્ઝિટ પોલ જાહેર કર્યો હતો. જેમાં મોટા ભાગે દાવો કરાયો હતો કે ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. જો કે સીટનું અનુમાન દરેકે અલગ-અલગ કર્યું હતું. સૌથી સટીક અનુમાન ઈન્ડિયા ટુડે એક્સિસનું હતું. જે મુજબ ભાજપને 99થી 113 સીટ મળવાનું અનુમાન લગાડવામાં આવ્યું હતું. તો કોંગ્રેસને 68થી 82 સીટ આપવામાં આવી હતી.

એબીપી ન્યૂઝ-સીએસડીએસ એક્ઝિટ પોલમાં પણ પૂર્ણ બહુમતીની સાથે ભાજપની સત્તામાં વાપસીનું અનુમાન લગાડવામાં આવ્યું હતું. એક્ઝિટ પોલમાં ભાજપને 117, કોંગ્રેસને 64 અને અન્યના ખાતામાં એક સીટ આપવામાં આવી હતી. આ પોલમાં દાવો કરાયો હતો કે ભાજપ 2012ની તુલનાએ મોટી જીત મેળવશે. 2012માં ભાજપને 115 સીટ મળી હતી. રિપબ્લિકન જનની વાત કરીએ તો ભાજપને 115થી 130 સીટ પર જીત મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. તો કોંગ્રેસને 50થી 65 સીટ મળ્યો હોવાનો દાવો કરાયો હતો.

ટાઈમ્સ નાઉ VNRના સર્વેએ ભાજપને 108થી 118, કોંગ્રેસને 61થી 71 સીટ આપી હતી. ઝી એક્સિસના સર્વેમાં ભાજપને 111, કોંગ્રેસને 71 સીટ મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

TV9 સી વોટરે ભાજપને 109, કોંગ્રેસને 74 સીટ આપી હતી. વીડીપ એસોસિએટ્સે ભાજપને 142, કોંગ્રેસને 37 સીટ મળશે તેવું અનુમાન વ્યક્ત કરાયું હતું. અન્યના ખાતામાં ત્રણ સીટ આપી હતી. આ ઉપરાંત CNX સમયે ભાજપને 110થી 120 અને કોંગ્રેસને 65થી 75 સીટ મળશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી. ટુડે ચાણક્યએ ભાજપને 135, કોંગ્રેસને 47 સીટ આપી હતી. નિર્માણ ટીવી ગુજરાતે ભાજપને 104 અને કોંગ્રેસને 74 સીટ મળશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી. સી વોટરે ભાજપને 108, કોંગ્રેસને 74 સીટ આપી હતી.

ગુજરાતમાં ગત વખતે પરિણામ શું આવ્યું હતું?
ગત વખતે તમામ એજન્સીઓએ ગુજરાતમાં ભાજપની જીતનું અનુમાન વ્યક્ત કર્યું હતું, તે વાત સાચી પુરવાર થઈ. 2017માં ભાજપને 99 સીટ મળી હતી. 2012ની તુલનાએ ભાજપને 16 સીટનું નુકસાન થયું હતું. તો કોંગ્રેસને 77 સીટ પર જીત મળી હતી. 2012ની તુલનાએ કોંગ્રેસને 16 સીટનો ફાયદો થયો હતો.

વિશેષજ્ઞ શું કહે છે?
રાજનીતિક વિશ્લેષક પ્રો.અજયકુમાર સિંહ કહે છે- ‘એક્ઝિટ પોલ એકદમ સટીક નથી હોતા. પોલના પરિણામ અને અસલી પરિણામમાં અંતર આવી શકે છે. અનેક વખત પોલ બિલકુલ ખોટા સાબિત થયા છે તો કોઈક વખત પરિણામ એક્ઝિટ પોલની આજુબાજુ જોવા મળે છે. આવું ત્યારે થાય છે જ્યારે સેમ્પલ લેવામાં આવે છે. વધુ સેમ્પલ લેવામાં આવે તો પોલ યોગ્ય રહેવાની શક્યતા વધી જાય છે. જો કે ગ્રામીણ વિસ્તારમાં સર્વેની ટીમ નથી પહોંચી શકતી. જેના કારણે આ પોલ્સ પર સંપૂર્ણપણે વિશ્વાસ નથી મુકી શકાતો.’

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.