‘આ છે લોકશાહીના રાજા..!’
પાટણ.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. લોકશાહીના આ મહાપર્વમાં દરેક નાગરિકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નાગરિક ધર્મ બજાવવો જોઈએ. આખરે લોકશાહીમાં મતદાતા જ રાજા હોય છે. એવામાં આજે બીજા તબક્કાની ચૂંટણીમાં અનોખા રંગ જોવા મળી રહ્યાં છે. ક્યાંક વર-કન્યાએ પ્રભૂતામાં પગલા માંડતા પહેલા મતદાન કર્યુ, તો ક્યાંક પીઠી ચોળેલી હાલતમાં કન્યા વોટિંગ કરવા પહોંચી છે.એક તરફ ગુજરાતમાં લગ્નગાળો ચાલી રહ્યો છે, તો બીજી તરફ મતદાન ચાલી રહ્યું છે. જેના કારણે અનેક પરિવારોએ લગ્નની રસમ પહેલા મતદાન કરવાની ફરજને વધારે પ્રાધાન્ય આપ્યું છે. ખીમીયાણા ગામના પટેલ પરિવારમાં ભાઈ-બહેન આજે લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યાં છે. જો કે પરિવારે લગ્ન પછી અને મતદાન પહેલા એવું વિચારીને આજે પોતાના તમામ કામો બાજુ પર મૂકીને સૌ પ્રથમ મતદાન કર્યું હતુ. આ સાથે જ લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી. આવી જ રીતે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ગોવિંદપુરા ગામમાં વરરાજા યશ અને કન્યા પ્રિયંકાએ સપ્તપદીના ફેરા ફરતા પહેલા મતદાન કરીને પોતાનો નાગરિક ધર્મ બજાવ્યો હતો.
આ ઉપરાંત વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાની કલેડીયા ગામમાં પણ લગ્ન કરવા જઈ રહેલી મેઘાબેન દરજી નામની યુવતી પીઠી ચોળેલી હાલતમાં કલેડીયા ગામની પ્રાથમિક શાળામાં મતદાન કરવા પહોંચી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button