3 વાગ્યા સુધીમાં રાજ્યમાં 50.51 ટકા મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat assembly election 2022)ના બીજા તબક્કાના 14 જિલ્લાની 93 બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો મેદાનમાં છે અને આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે 2.51 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરશે.
- વડોદરાના વાઘોડિયામાં હોબાળો, મતદારોને લાવવાને લઇને બે પક્ષ વચ્ચે બબાલ
- વડોદરાના ક્રિકેટર બંધુ ઈરફાન અને યૂસફ પઠાણે મતદાન કર્યું
- રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં સરેરાશ 34.74 ટકા મતદાન
- વડોદરાની સાવલી બેઠકના ભાજપના ઉમેદવાર કેતન ઇનામદારે પરિવાર સાથે કર્યું મતદાન
- શહેરી પંથકમાં મતદાનને લઇને નિરસતા, બનાસકાંઠામાં મહિલાઓમાં મતદાનને લઇને ઉત્સાહ
- ઈડર વિધાનસભાના ભાજપના ઉમેદવાર રમણલાલ વોરા કર્યુ મતદાન
- દિવ-દમણ,દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે પરિવાર સાથે મતદાન કર્યું
- 11 વાગ્યા સુધીમાં રાજ્યમાં 19.17 ટકા મતદાન
- આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ અમદાવાદના ઘુમામાં કર્યું મતદાન
- વડોદરામાં BP લો થઈ જતાં પ્રિસાઇડિંગ ઓફિસર બેભાન
- સંતરામપુરમાં જીવના જોખમે બોટમાં નદી પાર કરીને 300 મતદારોનું મતદાન
- કલોલમાં મતદાન મથકે અડધો કલાકથી લાઈટ જતા મતદાતાઓમાં નારાજગી
- પાટણમાં મતદાન સમયે વૃદ્ધા પટકાયા, સારવાર અર્થે ખસેડાયા
- અમિત શાહે નારણપુરામાં અને કોંગ્રેસના જગદીશ ઠાકોરે નરોડામાં મતદાન કર્યું
- નીતિન પટેલે કડીમાં મતદાન કર્યું
- વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ મતદાન કર્યું
- સયાજીગંજના કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતે પરિવાર સાથે નવાયાડ ખાતે મતદાન કર્યું
- વાઘોડિયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સત્યજીત ગાયકવાડ સાયકલ લઈને મોંઘવારીના પોસ્ટર સાથે સાયકલ પર મતદાન કરવા પહોંચ્યા
- હાર્દિક પટેલ અને યુપીના ગવર્નર આનંદીબેન પટેલે મતદાન કર્યું
- ગુજરાતના મતદાતાઓનો હૃદયથી આભાર માનું છુંઃ પીએમ મોદી
- વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે સમા વિસ્તારમાં આવેલા મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું
- પ્રથમ એક કલાકમાં રાજ્યમાં 4.75 ટકા મતદાન થયું
- અમદાવાદના ખોખરામાં EVM ખોટવાયું
- ગોધરામાં ભાજપના ઉમેદવાર સી.કે રાઉલજીએ મતદાન કર્યું, બૂથમાં અવ્યવસ્થા અંગે નારાજગી વ્યક્ત કરી
- સામાન્ય નાગરીકની જેમ કતારમાં ઉભા રહી PM મોદીએ કર્યું મતદાન
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યું
- અમિત ચાવડાએ આંકલાવમાં મતદાન કર્યું
- સંખેડાના કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ ભીલ મતદાન કર્યું
- વાવ વિધાનસભાના સનેસડા ગામે મતદાન મથકો ઉપર લોકોની ભીડ
- મહેસાણાઃ રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું
- બનાસકાંઠાના મીઠાવીયારણ ગામમાં અને ખાનપુરના બાકોરમાં EVM ખોટવાયા
- મહિસાગરઃ સંતરામપુર વિધાનસભાના ભાજપના ઉમેદવારે ડો.કુબેરભાઈ ડિંડોરે પોતાના માદર વતન ભંડારા ગામે કર્યું મતદાન
- વડોદરાના મેયર અને ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાએ જેતલપુર ખાતે મતદાન કર્યું
- કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને ભાજપના શંકર ચૌધરીએ મતદાન કર્યું
- મોડાસાના સીકામાં ઇવીએમ ખોટવાયુ, વડોદરાના ટુંડાવમાં EVMમાં ખામી
- નારાયનપુરાની ગુજરાતી શાળા નંબર 4માં EVM ખોટવાયુ
- વીરમગામ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની પત્ની કિંજલબેને કહ્યું હતું કે અહીં કાંટાની ટક્કર નથી. દરેક વ્યક્તિ હાર્દિકની સાથે છે. હાર્દિકને પડકાર પસંદ છે અને તે પડકારને પહોંચી વળશે. તે નિશ્ચિત પણે જીતશે.
- વડોદરામાં સ્વામિનારાયણ સંતો મતદાન કર્યું, અટલાદરા મતદાન મથક પર જ્ઞાન વત્સલ સ્વામી મતદાન કર્યું
- પાટણ જિલ્લામાં મતદાતાઓમાં અનેરો ઉત્સાહ, સવારથી લાંબી કતારો જોવા મળી
-
- લોકશાહીના મહાપર્વને મનાવવો જોઈએ, તમામ લોકોને અપીલ કરું છું કે મતદાન કરેઃ હાર્દિક પટેલ
- અરવલ્લી જિલ્લાની ત્રણ બેઠકો માટે મતદાનની શરૂઆત,મોડાસા, બાયડ, ભિલોડા બેઠક માટે મતદાન શરૂ
- હું સવારે 9 વાગ્યે અમદાવાદમાં મારો મત આપીશઃ PM મોદી
- બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને,ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને અચૂક મતદાન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અનુરોધ
- દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડીના ગુમ થવાનો મામલો, કલાકોની શોધખોળ બાદ સહી સલામત મળી આવ્યા
- મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ તમામ મતદારોને અપીલ કરતાં કહ્યું હતું કે, દરેક મતદારો પોતાની સાથે મતદાર ફોટો ઓળખપત્ર, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટં કે અન્ય 12 પ્રકારના માન્ય ઓળખ દસ્તાવેજમાંથી કોઈપણ એક ઓળખ દસ્તાવેજ પોતાની સાથે રાખીને સરળતાથી મતદાન કરી શકે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીનો આ અવસર સાંગોપાંગ પાર પાડવા અનેક કર્મચારીઓ અને અધિકારીઓ અત્યંત જવાબદારીપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે. બીજા તબક્કામાં 1,13,325 કર્મચારીઓ-અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેમાં 29,062 પ્રિસાઇડિંગ ઓફિસર અને 84,263 પોલિંગ સ્ટાફ છે. મતદાનના આગળના દિવસે, રવિવારે જ આ તમામ સ્ટાફ પોતાની ફરજ પર હાજર થઈ ગયો છે. આ આખી પ્રક્રિયા અત્યંત ચીવટ અને ખૂબ મહેનત માગી લે તેવી હોય છે. લાખ્ખો કર્મચારીઓ-અધિકારીઓના મેનપાવરનું મેનેજમેન્ટ એક મહાઅભિયાન છે.
- મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે,ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 63.31 ટકા મતદાન થયું, જે સામાન્ય હોવા છતાં જો પહેલા તબક્કામાં શહેરી વિસ્તારોમાં રહેતા મતદારોએ મતદાનમાં વધારે ભાગીદારી નોંધાવી હોત તો રેકોર્ડ બ્રેકિંગ મતદાન હાંસલ કરવામાં વધારે મદદ થઈ શકી હોત.પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લાના ગાંધીધામમાં સૌથી ઓછું 47.86 ટકા મતદાન થયું છે, જે છેલ્લી ચૂંટણી કરતાં 5.19 ટકા ઓછું છે. જે જિલ્લાઓમાં શહેરી મતવિસ્તારો છે તે જિલ્લાઓમાં પણ શહેરી વિધાનસભા મતવિસ્તાર કરતાં ગ્રામીણ વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન વધુ થયું છે. શહેરી મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન માટે આગળ આવવું જોઈએ. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ 82.71 ટકા મતદાન નોંધાયું છે, જે કચ્છ જિલ્લાના શહેરી વિસ્તાર ગાંધીધામ મતવિસ્તાર કરતાં 34.85 ટકા જેટલું વધારે છે. આ આંકડા શહેરી મતદારોની ઉદાસીનતા દર્શાવે છે.
- 833 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં
બીજા તબક્કામાં 61 રાજકીય પાર્ટીના 833 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જે પૈકી 764 પુરુષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થઈ જશે. 5 ડિસેમ્બરે મતદાન માટે 26,409 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં છે. જે પૈકી 8,533 શહેરી વિસ્તાર અને 17,876 ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. જો બીજા તબક્કામાં કુલ મતદારોના આંકડાની વિગત જોઈએ તો, કુલ 2,51,58,730 મતદારો નોંધાયા છે. જે પૈકી 1,29,26,501 પુરુષ મતદારો અને 1,22,31,335 મહિલા મતદારો છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button