ઈરાનની સરકારે હવે ફરજિયાત હિજાબ સંબંધિત કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો

ઈરાનમાં હિજાબ વિરુદ્ધ લોકોના આંદોલન સામે આખરે કટ્ટરવાદી સરકારને નમવું પડયું છે. છેલ્લા 3 મહિનાથી ચાલુ પ્રદર્શનો ધ્યાનમાં રાખીને સરકારે ‘મોરાલિટી પોલીસ’ના તમામ યુનિટને ભંગ કરી દીધા છે. મોરાલિટી પોલીસે યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ મહસા અમીનીની ધરપકડ કરી હતી. પોલીસની કસ્ટડીમાં 22 વર્ષની મહસાનું મૃત્યું થયું હતું.

પોલીસ કસ્ટડીમાં મહસાના મોતના વિરોધમાં દેશભરમાં હિંસક પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા. દેશભરની મહિલાઓએ હિજાબ સળગાવવાનું શરૂ કર્યું હતું. મહસાના સમર્થનમાં વિશ્વભરની મહિલાઓએ પોતાના વાળ કાપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. લગભગ બે મહિનાથી ચાલું હિંસક પ્રદર્શનો વચ્ચે ઈરાનની સરકાર હવે બેકફૂટ પર આવી અને તેણે મોરાલિટી પોલીસને ભંગ કરી દીધી છે.

એટર્ની જનરલે આપ્યો સંકેત

મળતી માહિતી મુજબ એટર્ની જનરલ મોહમ્મદ જાફર મોંતાજેરીએ કહ્યું હતું કે, મોરાલિટી પોલીસને ન્યાયતંત્ર સાથે કંઈ લેવાદેવા નથી. તેને ભંગ કરવાનો છે. તમને જણાવી દઈએ કે મોરાલિટી પોલીસને કટ્ટરપંથી રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. જેનું કામ શરિયા કાયદાનું અમલીકરણ કરાવવાનું હતું.

આ પણ વાંચોઃ પ્રદર્શનકારીઓના ગુસ્સા સામે ઝુકી ઈરાન સરકાર, હિજાબના કાયદા અંગે લેવાઈ શકે છે મોટો નિર્ણય

હિજાબ કાયદામાં પણ થશે પરિવર્તન?

મળતી માહિતી મુજબ એટર્ની જનરલ મોહમ્મદ જાફર મોંતાજેરીએ જણાવ્યું હતું કે ઈરાનની સરકારે હવે ફરજિયાત હિજાબ સંબંધિત જૂના કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, સંસદ અને ન્યાયતંત્ર બંને આ મુદ્દે કામ કરી રહ્યા છે. બંને જોશે કે કાયદામાં કોઈ ફેરફારની જરૂર લાગે છે કે નહિ. એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતુ કે, તેઓએ સ્પષ્ટ કર્યું નથી કે સંસદ અને ન્યાયતંત્ર દ્વારા આ કાયદામાં શું સુધારા કરવામાં આવશે.

1983 પહેલા હિજાબ ફરજિયાત નહોતું

એક સમય હતો કે જ્યારે ઈરાનમાં મહિલાઓ પશ્ચિમી દેશોની જેમ નિખાલસતાના વાતાવરણમાં રહેતી હતી, પરંતુ 1979માં ઈસ્લામિક ક્રાંતિ પછી બધું બદલાઈ ગયું. ઇસ્લામિક ક્રાંતિએ યુએસ સમર્થિત રાજાશાહીને ઉથલાવી દીધી અને આયાતુલ્લા ખોમેનીએ ગાદી સંભાળી. આયાતુલ્લાએ સૌપ્રથમ શરિયા કાયદો લાગુ કર્યો. એપ્રિલ 1983માં ઈરાનમાં તમામ મહિલાઓ માટે હિજાબ ફરજિયાત બની ગયું હતું. હવે દેશમાં 9 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલા માટે હિજાબ પહેરવું ફરજિયાત છે. પ્રવાસીઓએ પણ આ નિયમનું પાલન કરવું પડશે. મહસા અમીનીની મૃત્યુ પછી હિંસક પ્રદર્શન બન્યું હતુ જેના લીધે આ આંદોલનમાં 300થી વધારે લોકોના મૃત્યુ થયા છે. ઉપરાંત UNના એક અહેવાલમાં એવું જાણવા મળી રહ્યું છે કે, બાળકો અને મહિલાઓ મળી ને કુલ 14000 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.