બીજા તબક્કાના મતદાનમાં મતદારોનો અનેરો ઉત્સાહ
આજે એટલે કે 5 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election)ના બીજા તબક્કાનું મતદાન સવારે 8 વાગ્યાથી શરુ થઈ ચૂકયું છે. વહેલી સવારથી જ લોકો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરવા મતદાન મથકો પર પહોંચી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે. મતદાન મથકો પર લાંબી કતારો જોવા પણ મળી હતી.
બીજા તબક્કામાં 833 ઉમેદવારો મેદાનમાં છે અને આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે 2.51 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરશે.બીજા તબક્કાની 93 બેઠકો માટે મતદાન પ્રક્રિયા આજે હાથ ધરવામા આવી છે.
મતદાન કરવા પહોંચેલા મતદારોની તસવીરો
૮૨ વર્ષના વડીલનો લોકશાહીના મહાપર્વ માટે અનેરો ઉત્સાહ
પહેલા તબક્કામાં 63% મતદાન થયું હતું
જણાવી દઈએ કે 1 ડિસેમ્બરે યોજાયેલ પ્રથમ તબક્કાના મતદાનમાં 63% મતદાન થયું હતું. જેથી આજે બીજા તબક્કામાં લોકો વધુમાં વધુ મત આપવા જાય તેવી અપીલ કરવામાં આવી છે. આજે મતદાન મથકો પર મતદારોમાં અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેથી સંભાવના લગાવી શકાય કે આજે વધુ મતદાન થશે.
1 લાખથી વધુ કર્મચારીઓ ફરજ પર
વિશ્વની સૌથી મોટી લોકશાહીનો આ અવસર સાંગોપાંગ પાર પાડવા અનેક કર્મચારીઓ અને અધિકારીઓ અત્યંત જવાબદારીપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે. બીજા તબક્કામાં 1,13,325 કર્મચારીઓ-અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેમાં 29,062 પ્રિસાઇડિંગ ઓફિસર અને 84,263 પોલિંગ સ્ટાફ છે. મતદાનના આગળના દિવસે, રવિવારે જ આ તમામ સ્ટાફ પોતાની ફરજ પર હાજર થઈ ગયો છે. આ આખી પ્રક્રિયા અત્યંત ચીવટ અને ખૂબ મહેનત માગી લે તેવી હોય છે. લાખ્ખો કર્મચારીઓ-અધિકારીઓના મેનપાવરનું મેનેજમેન્ટ એક મહાઅભિયાન છે.
833 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં
બીજા તબક્કામાં 61 રાજકીય પાર્ટીના 833 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જે પૈકી 764 પુરુષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થઈ જશે. 5 ડિસેમ્બરે મતદાન માટે 26,409 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં છે. જે પૈકી 8,533 શહેરી વિસ્તાર અને 17,876 ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. જો બીજા તબક્કામાં કુલ મતદારોના આંકડાની વિગત જોઈએ તો, કુલ 2,51,58,730 મતદારો નોંધાયા છે. જે પૈકી 1,29,26,501 પુરુષ મતદારો અને 1,22,31,335 મહિલા મતદારો છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button