વડોદરાના ટુંડાવમાં EVMમાં ખામી, PM મત આપવા નીકળ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણી ના બીજા તબક્કાના 14 જિલ્લાની 93 બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી શરૂ થયું છે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો મેદાનમાં છે અને આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે 2.51 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરશે.
- મોડાસાના સીકામાં ઇવીએમ ખોટવાયુ
- નારાયનપુરાની ગુજરાતી શાળા નંબર 4માં EVM ખોટવાયુ
- વીરમગામ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની પત્ની કિંજલબેને કહ્યું હતું કે અહીં કાંટાની ટક્કર નથી. દરેક વ્યક્તિ હાર્દિકની સાથે છે. હાર્દિકને પડકાર પસંદ છે અને તે પડકારને પહોંચી વળશે. તે નિશ્ચિત પણે જીતશે.
- વડોદરામાં સ્વામિનારાયણ સંતો મતદાન કર્યું, અટલાદરા મતદાન મથક પર જ્ઞાન વાત્સલ્ય સ્વામી મતદાન કર્યું
- લોકશાહીના મહાપર્વને મનાવવો જોઈએ, તમામ લોકોને અપીલ કરું છું કે મતદાન કરેઃ હાર્દિક પટેલ
- અરવલ્લી જિલ્લાની ત્રણ બેઠકો માટે મતદાનની શરૂઆત,મોડાસા, બાયડ, ભિલોડા બેઠક માટે મતદાન શરૂ
- હું સવારે 9 વાગ્યે અમદાવાદમાં મારો મત આપીશઃ PM મોદી
- બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને,ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને અચૂક મતદાન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અનુરોધ
- દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડીના ગુમ થવાનો મામલો, કલાકોની શોધખોળ બાદ સહી સલામત મળી આવ્યા
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button