ટ્રકની ટ્રોલીએ રસ્તાના કિનારે બેઠેલા લોકોને કચડ્યા, 6 લોકોના મોત

રતલામ જિલ્લામાં એક ટ્રકની ટ્રોલીએ રસ્તાની સાઈડમાં બેઠેલા લોકોને કચડી નાખ્યા છે. દુર્ઘટનામાં 6 લોકોના મોત નિપજ્યા છે. દુર્ઘટના ટાયર ફાટવાને કારણે થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ દુર્ઘટના રતલામથી 30 કિલોમીટર દુર સાતરુંડાની પાસે રતલામ-ઈન્દોર ફોરલેન પર થઈ. પ્રાથમિક માહિતી મુજબ ટ્રોલી સ્પીડમાં હતી અને અચાનક જ તેનું ટાયર ફાટી ગયું. જેના કારણે ટ્રોલી અનિયંત્રિત થતા રસ્તાની સાઈડમાં બસની રાહ જોઈને બેઠેલા લોકોને કચડી નાખ્યા. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં 6 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે કે કલેક્ટરના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 10 જેટલાં ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દુર્ઘટનાની ફુટેજ અને પ્રત્યક્ષદર્શીનું માનીએ તો મૃત્યુઆંક વધી શકે છે. ઘટના પર લોકોના ક્ષત-વિક્ષત મૃતદેહ પડ્યા છે. ઘટના પર પહોંચી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલથી મેડિકલ કોલેજ મોકલાવ્યા છે.

અકસ્માત એટલો ભયંકર હતો કે જ્યાં-જ્યાંથી ટ્રોલી પસાર થઈ છે ત્યાં ત્યાં લાશ પડી છે. ટ્રોલીના પૈડાં નીચે પણ કેટલાંક લોકો દબાઈ ગયા હતા. સ્થાનિક લોકોના મત મુજબ આ અકસ્માતામાં 10 લોકો માર્યા ગયા છે.ઘટના રવિવારે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ થઈ. સાતરુંડા ચોકમાં કેટલાંક લોકો રસ્તાની સાઈડમાં બેસીને બસની રાહ જોઈ રહ્યાં હતા. ત્યારે હાઈવેથી પસાર થયેલી ટ્રોલી અનિયંત્રિત થઈ ગઈ અને બસની રાહ જોતા લોકોને કચડતી ગઈ.

CMએ શોક વ્યક્ત કર્યો
પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે રતલામના સાતરુંડા પાસે થયેલી દુર્ઘટનામાં અમૂલ્ય જીવનના અસમયે કાળ અને કવલિત તેમજ ઘાયલ થયા હોવાના દુઃખદ સમાચાર મળ્યા છે. ઈશ્વર આ દિવંગત આત્માઓને શાંતિ આપે અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરું છું.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.