બે મહિલા સુરક્ષાકર્મીઓએ વીડિયો બનાવ્યો, વાયરલ થયા બાદ બંને બરતરફ
મહાકાલ મંદિરમાં ફિલ્મી ગીત પર વીડિયો બનાવવાનો વધુ એક મામલો સામે આવ્યો છે. આ વખતે વીડિયો કોઈ આમ આદમીએ નહીં પરંતુ મંદિરમાં તહેનાત મહિલા સુરક્ષાકર્મીઓએ બનાવ્યો છે. જે બાદ ખાનગી સુરક્ષા એજન્સીએ બંને મહિલા કર્મચારીઓને બરતરફ કરી દીધા છે.
થોડાં દિવસ પહેલાં પણ બે યુવતીઓએ મહાકાલ મંદિરમાં ફિલ્મી ગીત પર વીડિયો બનાવવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે વીડિયો સાથે છેડછાડ કરી હોવાની વાત સામે આવી હતી. તો આ પહેલાં પણ આવા કેસ સામે આવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
જાણકારી મુજબ મહાકાલ મંદિરની બે મહિલા સુરક્ષાકર્મી વર્ષા નવરંગ અને પૂનમ સેને મહાકાલ મંદિરના વિશ્રામધામ કેમ્પસમાં ફિલ્મી ગીત પર ડાન્સ કરતો વીડિયો બનાવ્યો. એક વીડિયોમં ફિલ્મ ખૂન ભરી માંગનું ગીત ‘જીને કે બહાને લાખો હૈ’ તો બીજા વીડિયોમાં જુદાઈ ફિલ્મનું ગીત ‘પ્યાર-પ્યાર કરતે કરતે’ પર ડાન્સ કર્યો છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ સુરક્ષા એજન્સી કેએસએસ દ્વારા બંને મહિલા સુરક્ષા કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યાં છે. આ સાથે કર્મચારીઓને એન્ડ્રોઈડ ફોન રાખવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.
સુરક્ષા એજન્સીએ નિર્દેશ આપ્યા
આ ઘટના પછી ખાનગી સુરક્ષા એજન્સીએ મંદિર પરિસરમાં કર્મચારીઓને કોઈ પણ પ્રકારનો વીડિયો બનાવવા અને ફોટો ન ખેંચવાને લઈને પણ નિર્દેશ આપ્યા છે. આ પહેલાં પણ મહાકાલ મંદિરમાં ફિલ્મ ગીત પર ડાન્સ કરતો વીડિયો વાયરલ થયા હતા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button