રવિવારની સાંજ: સરકારી કર્મચારીઓમાં ચાલુ નોકરીએ થતી બેબાક આશિકી
અરવલ્લિના પ્રાંત અધિકારી અને તેની ઓફીસ ક્લાર્કનું ઈલું ઈલું જગજાહેર છે તેવામાં ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં સરકારી કર્મચારીઓનું પરસ્પર ઈલું ઈલું સામે આવી રહ્યા છે.
જોકે આવા અફેર એ જેતે કર્મચારીઓની અંગત બાબત છે પરંતુ તે ચાલુ નોકરીએ હોતા તેના ભોગ અનેક નિર્દોષ લોકો બને છે. ખાસ કરીને મીડીયા સાથે સંકળાયેલા લોકો વધુ ભોગ બને છે.
આવા અફેર જેતે કર્મચારીઓના પરિવારજનોની જાણ બહાર પણપતા હોવાથી અને મીડીયા સામે સહુથી ઝડપથી સામે આવી જતાં હોવાથી અને આવા કર્મચારીઓની વગ આલા અધિકારીઓ સુધી તમામ પ્રકારે હોવાથી નિર્દોષ મીડીયા કર્મી તેના આસાનીથી ભોગ બની જતાં હોય છે.
સરકારી ઓફીસોમાં મોડે સુધી કામ કરવાનું એક ચલણ છે, એનાં કારણો પણ અગણિત છે તેમ છતાં તેમાનું એક મોટું અને મહત્વનું કારણ અવૈદ્ય સંબંધો પણ છે, એવું નથી કે પૂર્ણ કામોક્ત સંબંધો આવી કચેરીઓમાં જ થતાં હોય છે પરંતુ એ પણ નકારી ન શકાય કે અર્ધ કામુક્ત સંબંધો આવી કચેરીમાં થતાં ન હોય. બીજી તરફ એ પણ હકીકત છે કે આવી લીલાઓથી આલા અધિકારીઓ મોટે ભાગે અજાણ હોય છે, વાત કરીએ અરવલ્લીની તો ત્યાંના સંડોવાયેલા પ્રાંત અધિકારી ખુદ જ સામેલ હતાં જેથી એ પણ નકારી ન શકાય કે આલા અધિકારીઓ અજાણ હોય છે.
આવા અસામાજિક સંબંધો વિકસવાનું કારણ સામાજિક છે, જેમકે પાર્ટનર (પતિ/પત્ની) તરફથી પૂરો સંતોષ ન મળવો, ઘરનું કલેહયુક્ત વાતાવરણ, બાળકોનું મોટા થઈ જવું, કામાવેગની સંતોષની સીમાઓથી અજાણ હોવું, આવી પ્રવૃત્તિ શોખ બની જવું, સમયસર લગ્નજીવનનું શરૂ ન થવું, ત્યક્તતા અથવા ડિવોર્સી હોવું, હરવા ફરવાનું શોખીન હોવું વગેરે અનેક કારણો છે જે સામાજિક દાયરાના હોય છે.
સરકારમાં નોકરી કરવાનું એક કારણ જેમ સરકારી કામોનું સમય મેનેજમેન્ટ ચોક્કસ બનાવી રાખવું હોય છે તેમ તેમાં જોડાયેલા કર્મચારીઓના સમયનું મેનેજમેન્ટનુ વિખાવું અનિવાર્ય બની જાય છે, આવા સંજોગોમાં પ્રાકૃતિક ઘટનાઓ જેમકે ટોયલેટ જવું, ભૂખનુ લાગવું, પાદ આવવી, ઓડકાર આવવો, છીંક આવવી અટકાવી શકાતા નથી તેમજ કામોતેજક આવેગો અટકાવી શકાતા નથી, આવી સ્થિતિઓ પણ અવૈદ્ય સંબંધ નિર્મિત કરી લેતી હોય છે.
સુખી સંપન્ન કર્મચારીઓ આવી ઘટનાઓને ઓફિસમાં આટોપી લેવાને બદલે એકમેકના કવાર્ટરે અથવા તો તેની ચોક્કસ નિર્ધારિત જગ્યાએ આટોપતા હોય છે, એવું નથી કે આવા અવૈદ્ય સંબંધો દરેક માટે લાગુ પડે છે પરંતુ એ પણ હકીકત છે કે આ મોટાભાગના કર્મચારીઓ અને અધિકારીઓને લાગુ પડે છે.
સામાજિક દ્રષ્ટિકોણથી સમાજમાં સરકારી નોકરી પર લાગતા પાત્રોના વિવાહ અને છૂટાછેેડા બંને આસાનીથી અને ઝડપથી થઈ શકે છે. સરકારમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓ, અધિકારીઓ અવૈદ્ય સંબંધોના ભોગ બની જતાં હોય છે, જેમાંથી કેટલાંક નિર્દોષ તો કેટલાંક કુનેહબાજ પણ હોય છે.
ટેલિફોન પર વાતોના ગપાટા, ચાલુ નોકરીએ રફુચક્કર, જરૂરથી વધારે પોશાકોની ટાપટીપ, નાણાનો દુર્વ્યય, નાનીમોટી ચીજ વસ્તુઓ ખરીદવાનો અને ભેટ આપવાનો શોખ, પોતાનું વાહન હોવા છતાં બીજાના વાહનમાં આવવા જવાનો શોખ, આ બધા લક્ષણો છે અવૈદ્ય સંબંધોના. એવું નથી કે અવૈદ્ધિ પાત્રોના પરિવારમાં આની કોઈ જાણ ન હોય પરંતુ પરિવારમાં જાણ મોડે મોડે થાય છે, ઉપરાંત પરિજનોને પણ આર્થિક મદદ મળી રહે તેટલા માટે આવા પાત્રોથી આંખ આડા કાન કરી લેતા હોય છે,
આવા સંબંધોની મોડસ ઓપરેન્ડી એ હોય છે કે બંને પાત્રો ભવિષ્યમાં પરસ્પર લગ્ન સંબંધોથી બંધાશે, કેટલાંક કિસ્સાઓમાં તો આવા પાત્રો પોતાના જીવનસાથીને છૂટાછેડા આપીને ઉતાવળ પણ કરી બેસતા હોય છે અને પાછળથી પસ્તાતા હોય છે, મોટાભાગના આવા પાત્રો જાતિના ઉંચનીચ અને સામાજિક અસમાનતાઓના શિકાર બની જતાં હોવાથી આવી મોડસ ઓપરેન્ડી મુજબ એકાદ % સંબંધ સામાજિક દાયરો હાસિલ કરી શકે છે જયારે બાકીના ૯૯% સંબંધો અવૈદ્ય સંબંધમાં પરિણમીને તૂટતા બનતા રહેતા હોય છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button