બેંકની લોન બુક 17 ટકા વધી, થાપણોમાં વધારો
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે મોડી સાંજે જણાવ્યું હતું કે ૧૮ નવેમ્બરે પૂરા થયેલા પખવાડિયામાં ભારતીય બેન્કિંગ સિસ્ટમની ક્રેડિટ ૧૬.૯૬ ટકા વધીને રૂ. ૧૩૩.૨૯ લાખ કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ ૧૯ નવેમ્બરે પૂરા થયેલા પખવાડિયામાં બેન્કિંગ સિસ્ટમની ક્રેડિટ રૂ. ૧૧૩.૯૬ લાખ કરોડ હતી.
૧૮ નવેમ્બરે પૂરા થયેલા પખવાડિયામાં બેન્કોની થાપણ વૃદ્ધિ ૯.૩૦ ટકા હતી અને તેનો કુલ અસ્કયામતો રૂ. ૧૭૭.૧૫ લાખ કરોડે પહોંચી હતી. એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં આ આંકડો રૂ. ૧૬૨.૦૬ લાખ કરોડ હતો.
બેંકિંગ સિસ્ટમમાં થાપણોને આકર્ષવા માટેના ધસારો વચ્ચે ૪ નવેમ્બરના રોજ સિસ્ટમમાં કુલ થાપણો નજીવી ઘટીને રૂ. ૧૭૭.૮૮ લાખ કરોડ થઈ હતી.
જોકે વર્તમાન નાણાંકીય વર્ષમાં ધિરાણ વૃદ્ધિ સ્થિર ગતિએ વધી છે અને વૈકલ્પિક ધિરાણ સ્ત્રોતો હોવા છતાં ગ્રાહકો વધુને વધુ બેંકો પાસેથી ધિરાણ લેવાનું પસંદ કરી રહ્યા છે. નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં બેંક ક્રેડિટ ૮.૫૯ ટકાના દરે વૃદ્ધિ પામી હતી જ્યારે થાપણ વૃદ્ધિ દર ૮.૯૪ ટકા રહ્યો છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button