ક્રૂડતેલના ભાવ વધ્યા મથાળેથી ઘટાડા પર

મુંબઈ ઝવેરી બજારમાં  આજે   શનિવારના કારણે  બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે  સોના-ચાંદીના ભાવમાં  આગેકૂચ જળવાઈ રહી હતી.  વિશ્વ બજારમાં  ચાંદીના ભાવ વધુ ઉછળી ઔંશના ૨૩  ડોલરની  સપાટી પાર કરી ગયાના  નિર્દેશો હતા.  વૈશ્વિક સોનાના ભાવમાં ઉંચા  મથાળે  બેતરફી વધઘટ જોવા મળી  હતી.

વિશ્વ બજારમાં  ચાંદીના ભાવ ૨૨.૬૮થી ૨૨.૬૯  ડોલરવાળા  ઉંચામાં  ૨૩.૨૩થી ૨૩.૨૪  થઈ છેલ્લે સપ્તાહના અંતે ૨૩.૧૪થી ૨૩.૧૫  ડોલર રહ્યાના સમાચાર હતા.  વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે  પણ તેજીનો માહોલ ચાલુ રહ્યો હતો.  વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૭૯૮થી  ૧૭૯૯ વાળા ઇંચામાં  ૧૮૦૪થી ૧૮૦૫  થઈ છેલ્લે  ૧૭૯૭થી ૧૭૯૮ ડોલર રહ્યા હતા.

ચીનમાં કોવિડના અંકુશો હળવા થઈ રહ્યાના નિર્દેશોએ વિશ્વ બજારમાં  ચાંદી તથા કોપરના ભાવ  ઉંચા  ગયાનું બજારના સૂત્રોએ જણાવ્યું  હતું. વૈશ્વિક  કોપરના ભાવ સપ્તાહના અંતે  ૦.૮૫થી ૦.૯૦ ટકા પ્લસમાં રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ બુલીયન બજારમાં  આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના  જીએસટી વગર ૯૯.૫૦ના  રૂ.૫૩૪૪૧ વાળા  રૂ.૫૩૫૦૦ તથા ૯૯.૯૦ના  રૂ.૫૩૬૫૬ વાળા  રૂ.૫૩૭૦૦  રહ્યા હતા.

મુંબઈ ચાંદીના ભાવ  કિલોના જીએસટી વગર રૂ.૬૪૪૩૫ વાળા આજે રૂ.૬૫૨૫૦  બોલાઈ રહ્યા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી  ૩ ટકા ઉંચા  રહ્યા હતા.  અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ  ૯૯.૫૦ના રૂ.૫૫૦૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૫૨૦૦ રહ્યા હતા જ્યારે  અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૬૪૦૦૦ બોલાઈ રહ્યા હતા.

વિશ્વ બજારમાં  ડોલર ઈન્ડેક્સની  મજબુતાઈ વચ્ચે  મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા  સામે ડોલરના ભાવ રૂ.૮૧.૩૨ વાળા  વધી  રૂ.૮૧.૪૩  બોલાઈ  રહ્યા હતા. જો કે દેશમાં  ફોરેક્સ રિઝર્વમાં  વૃદ્ધી થયાના  નિર્દેશો છતાં  બંધ બજારે   ડોલર વધુ  ઉંચકાતાં બજારમાં આશ્ચર્ય બતાવાઈ રહ્યું હતું.  અમેરિકામાં  બેરોજગારીના દાવા  ૧૬ હજાર ઘટી  ૨ લાખ ૨૫ હજાર આવ્યા હતા  એકંદરે ત્યાં  જોબ માર્કેટ મજબુત  બની રહ્યાના સંકેતો વચ્ચે  વૈશ્વિક ડોલર મક્કમ બન્યો હતો.

વિશ્વ બજારમાં  ક્રૂડતેલના  ભાવ વધ્યા મથાળેથી  ઘટાડા પર રહ્યા હતા.  ક્રૂડના ઉત્પાદક દેશોના સંગઠન  ઓપેક  તથા સાથી  દેશોની  મિટિંગ રવિવારે (આજે)  મળવાની છે.  અને આ મિટિંગમાં  ઉત્પાદન વિશે કેવો  નિર્ણય કરાય છે.  તેના પર  બજારની નજર હતી.   યુરોપના દેશોએ  રશિયાના  ક્રૂડ પર  મૂકેલા અંકુશો પણ સોમવારથી  અમલમાં  આવનાર છે.

દરમિયાન,  વિશ્વ બજારમાં    ન્યુયોર્ક  ક્રૂડના  ભાવ બેરલદીઠ  ૮૧.૭૨ વાળા નીચામાં  ૭૯.૬૫  થઈ છેલ્લે  ૭૯.૯૮  ડોલર રહ્યા હતા. જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ  ૮૬.૧૩  વાળા નીચામાં  ૮૫.૧૬ થઈ ૮૫.૫૭ ડોલર છેલ્લે રહ્યા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.