ફિફા વર્લ્ડ કપમાં Camel Fluનું જોખમ

કોરોના મહામારીએ સમગ્ર દુનિયાને હચમચાવી મૂકી હતી. વિશ્વભરમાં આ વાયરસના કારણે કરોડો લોકો સંક્રમિત થયા અને લાખો લોકોના મોત નીપજ્યા. કોરોના બાદ હવે નવા-નવા વાયરસ વિશે સાંભળવા મળી રહ્યુ છે. કતારમાં થઈ રહેલા ફીફા વર્લ્ડ કપમાં પણ એક આવો જ વાયરલનું જોખમ છે. આ વાયરસનું નામ કેમલ ફ્લૂ (Camel Flu) છે.

શું છે કેમલ ફ્લૂ?

ડોક્ટર્સનું કહેવુ છેકે કોરોના વાયરસનું મ્યૂટેશન ખૂબ ઝડપી છે. દવાની અસર અને બોડીની ઈમ્યુન સિસ્ટમને જોતા તે પોતાનું રૂપ બદલી દે છે. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર તો કેમલ ફ્લૂ પણ કોવિડ 19નું જ રૂપ છે. આ ઊંટ દ્વારા લોકોમાં જશે અને બાદમાં એકબીજાના સંપર્કમાં આવીને ઝડપથી ફેલાય છે. આ વાયરસનું જોખમ સમગ્ર દુનિયામાં જોવા મળવા લાગ્યુ છે.

કતારમાં જ કેમ જોખમ?

ડોક્ટર્સે જણાવ્યુ કે કતાર રણ પ્રદેશ છે. ત્યાં મોટી સંખ્યામાં ઊંટ જોવા મળે છે. આ વાયરસ ઊંટમાં જ જોવા મળે છે અને તેના દ્વારા જ લોકોમાં ફેલાય છે. આ વખતે ફિફા વર્લ્ડ કપનું આયોજન કતાર કરવામાં આવી રહ્યુ છે. વિશ્વમાંથી ત્યાં વર્લ્ડ કપ જોવા લોકો પહોંચી રહ્યા છે. લોકો ઊંટની સવારી કરશે તેમને સ્પર્શશે. એવામાં સરળતાથી આ વાયરસ લોકોને પોતાની ચપેટમાં લઈ શકે છે. જોકે ફિફા વર્લ્ડ કપ દરમિયાન ત્યાં આવતા લોકો ઊંટો સ્પર્શે નહીં તેવી સલાહ આપવામાં આવી છે.

કેમલ ફ્લૂના લક્ષણ?

આ વાયરસના ઘણા બધા લક્ષણ જોવા મળી શકે છે. જેમાં શ્વાસની તકલીફ, તાવ, સૂકી ખાંસી, ગળામાં ખારાશ થઈ શકે છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.