‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મનું શૂટિંગ પૂરુ, સલમાન ખાને શેર કરી તસવીર
સલમાન ખાન અને પૂજા હેગડેની અપકમિંગ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ નું શૂટિંગ પૂરુ થઈ ચૂક્યુ છે.
આ ફિલ્મમાં સલમાન ખાનનો લુક અન્ય ફિલ્મો કરતા સાવ અલગ જોવા મળી રહ્યો છે. સલમાન ખાને પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર થોડીવાર પહેલા ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ના સેટની તસવીર શેર કરી છે. ફિલ્મ સેટની આ તસવીર ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.
સલમાન ખાનના લુકના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મ સાથે જોડાયેલી પોતાની તસવીર શેર કરતા લખ્યુ છે ‘Shoot wrapped!
ફિલ્મમાં સલમાન ખાનનો લુક
લાંબા વાળમાં સલમાન ખાનનો લુક અલગ જોવા મળી રહ્યો છે. લાલ અને સફેદ રંગના મોટિફ્સ વાળી બ્લેક લેધર જેકેટ પહેરેલા સલમાન ખાન હેન્ડસમ લાગી રહ્યા છે. આ ફોટોમાં તેમણે બ્લેક શેડ્સ પહેરેલા છે. ચાહકો આ ફિલ્મમાં સલમાન ખાનને ફરી એકવાર લાંબા વાળમાં જોવા માટે આતુર છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button