અમરાપુર ગામે લગ્ન પ્રસંગમાંથી અપહરણ કરાયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો
વીંછીયાના અમરાપુર ગામે 2 ડિસેમ્બરના રોજ લગ્ન પ્રસંગ સમયે પાંચ વર્ષના બાળકના અપહરણની ઘટના સામે આવી હતી. ત્યારબાદ વીંછીયા પોલીસે અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ત્યારે વીંછીયા પોલીસને તપાસ દરમિયાન બોટાદ જિલ્લાના સૈઈડા ગામના ડેમમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. હાલ પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા વીંછીયાના અમરાપુર ગામે લગ્ન પ્રસંગ સમયે પાંચ વર્ષના બાળકનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને આજે વીંછીયા પોલીસને બોટાદ નજીકના સૈઈડા ગામના ડેમમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકના મૃતદેહને એનડીઆરએફની ટીમની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રેમ પ્રકરણમાં 5 વર્ષના બાળકને ડેમમાં ડુબાડી હત્યા કરવામાં આવી હોવાની સામે આવી રહ્યું છે. પરંતુ હાલ વીંછીયા પોલીસ અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ કરી રહી છે પરંતુ સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ સામે આવશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button