રેલીઓ, સભાઓ બંધ, ઉમેદવારો મતદારોને રીઝવવા લગ્નોમાં જઈ ઘરે પહોંચી ખાટલા પરીષદ કરશે
14 જિલ્લાની 93 બેઠકો માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. . પ્રચારના અંતિમ દિવસે આજે ઉમેદવારો બેન્ડબાજે, ડીજે સાથે રેલી કાઢીને પોતાની તાકાત બતાવી હતી. આવતીકાલથી ગામડાઓમાં ખાટલા બેઠકો યોજીને મતદારો સાથે સીધો સંપર્ક
પ્રચારના અંતિમ દિવસે આજે ઉમેદવારો બેન્ડબાજે, ડીજે સાથે રેલી કાઢીને પોતાની તાકાત બતાવી હતી. આવતીકાલથી ગામડાઓમાં ખાટલા બેઠકો યોજીને મતદારો સાથે સીધો સંપર્ક કરવામાં આવશે. શહેરોની સોસાયટી-ફ્લેટના અધ્યક્ષોનો સંપર્કો પહેલાથી જ કરવામાં આવ્યા છે. આ સિવાય આવતી કાલે રવિવારે પણ ઘણા લગ્નો છે. જેના કારણે ઉમેદવારો લગ્ન સમારોહમાં જશે અને પોતાનો પ્રચાર કરશે. આવી સ્થિતિમાં ઉમેદવારો અને પક્ષો માટે ડોર ટુ ડોર હાથ જોડીને પ્રચાર વધી જશે, જો કે, 5 ડીસેમ્બરે ચૂંટણી છે અને 8 ડિસેમ્બર-ગુરુવારે 182 બેઠકોના પરિણામ જાહેર થશે.
14 જિલ્લાની 93 બેઠકો માટે આટલી સંખ્યામાં ઉમેદવારો મેદાને
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં અમદાવાદ 21, બનાસકાંઠા 75, વડોદરા 72, આણંદ 69, મહેસાણા 63, ગાંધીનગર 50, ખેડા 44, પાટણ 43, પંચમહાલ 38, દાહોદ 35 એમ આ વિધાનસભાની જિલ્લા અને તાલુકાની બેઠકો પર સૌથી વધુ 249 ઉમેદવારો છે. અરવલીમાં 30, સાબરકાંઠામાં 26, મહિસાગરમાં 22, છોટા ઉદેપુરમાંથી 17 ઉમેદવારો મેદાનમાં છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button