ગીતા જયંતિ નિમિત્તે ઋષિકુમારો દ્વારા સંપૂર્ણ શ્રીમદ ભગવત ગીતાનું પારાયણ
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ નિમિત્તે પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી પ્રતિવર્ષાનુસાર આ વર્ષે પણ ઋષિકુમારો દ્વારા સંપૂર્ણ શ્રીમદ ભગવત ગીતાનું પારાયણ કરવામાં આવ્યુ હતુ.
સાંદીપનિ વિદ્યાનિકેતના શ્રીહરિ મંદિરમાં સવારે શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન અને શ્રીમદ્ ભગવદ્ ગીતા ગ્રંથનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ ઋષિકુમારો દ્વારા સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અને વિષ્ણુ સહસ્રનામનો સંગીતમય પાઠ કરવામાં આવ્યો હતો.
અંતમાં શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન અને શ્રીમદ્ભગવદ્ગીતા ગ્રંથની આરતી કરવામાં આવી અને સંકીર્તન કરવામાં આવ્યું.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button