રાહુલ ગાંધીએ BJP-RSS પર નિશાન સાધ્યુ- ‘જય સિયારામ અને હે રામ પણ બોલો’
કોંગ્રેસે તમિલનાડુના કન્યાકુમારીથી 7 ડિસેમ્બરે શરૂ કરેલી ભારત જોડો યાત્રા હાલ મધ્ય પ્રદેશ પહોંચી છે. આ ભારત જોડો યાત્રા દરમિયાન આજે રાહુલ ગાંધી ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પર આકરા પ્રહાર કર્યાં હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમના સંગઠનમાં સીતા ના આવી શકે. આ ખૂબ ઊંડી વાત મધ્ય પ્રદેશના એક પંડિતે મને જણાવી છે. હું આપણા RSSના મિત્રોને કહેવા માંગુ છું કે, “જય શ્રી રામ” ઉપરાંત “જય સિયારામ” અને “હે રામ”નો પ્રયોગ કરો, સીતાજીનું અપમાન ના કરશો. વધુમાં કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, પંડિતજીએ મને કહ્યું કે, તમે તમારી સ્પીચમાં પ્રશ્ન પૂછજો કે, ભાજપના લોકો “જય શ્રી રામ” કહે છે, પરંતુ ક્યારેય “જય સિયારામ” તે “હે રામ” કેમ નથી કહેતા? મને ઘણું સારુ લાગ્યુ, તેમણે ઊંડી વાત કહી. RSS અને ભાજપના લોકો જે ભાવનાથી રામ પોતાની જિંદગી જીવ્યા, તે ભાવનાથી પોતાની જિંદગી નથી જીવતા. રામે કોઈની સાથે અન્યાય નથી કર્યો. ભગવાન રામે સમાજને જોડવાનું કામ કર્યું. રામે સૌ કોઈની ઈજ્જત આપી, ખેડૂતો, મજૂરો અને વેપારીઓ સૌ કોઈની મતત કરી. તેઓ ત્રીજો નારો “જય સિયારામ” ક્યારેય નહીં લગાવે, કારણ કે તેમના સંગઠનમાં એક પણ મહિલા નથી. તે “જય સિયારામ”નું સંગઠન જ નથી. તેમના સંગઠનમાં તો મહિલાઓ આવી જ નથી શકતી, સીતા તો આવી જ ના શકે. આ ભાજપના લોકો એક જાતિને બીજી જાતિ, એક રાજ્યને બીજા રાજ્ય સાથે લડાવે છે. રાહુલ ગાંધીએ લોકોને પૂછતા કહ્યું કે, જ્યારે પરિવાર અને ભાઈ-ભાઈ વચ્ચે લડાઈ થાય, તો નુક્સાન થાય છે કે ફાયદો? જે બાદ તેમણે કહ્યું કે, જ્યારે ભાઈ-ભાઈની લડાઈથી પરિવારને નુક્સાન થાય છે, તો દેશમાં જ્યારે ભાઈ-ભાઈને લડાવવામાં આવશે, તો શું થશે?
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button