મતદારોને રિઝવવામાં મોદી નિષ્ફળ કે સફળ ?

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ૬૦% જેટલું જ થતાં, એક નવી ચર્ચાએ જન્મ લીધો છે. કે નરેન્દ્ર મોદીની લહેર છે કે ગાયબ ? જો વાત કરીએ મોદીના ઝંઝાવતી પ્રચારની તો પ્રથમ તબક્કાના મતદાન પહેલાં મોદીજીના કુલ પ્રવાસ ૨૮ જેટલાં કરાઈ ચુક્યા છે અને બીજો તબક્કો તેમાં જોડીએ તો વધુ છ પ્રવાસ, ત્રણ રોડ શો અને ૩૦ થી વધુ સભાઓ થઈ રહી છે. ત્યારે અગર મોદીની લહેર હોય તો મતદાન વધવું જોઈએ કે ઘટવું જોઈએ, આ ચર્ચાએ જોર પકડ્યું છે, રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે રાહુલની ‘ભારત જોડો યાત્રા’ જે રીતે સફળ જઈ રહી છે તેના કાઉન્ટરમાં મોદીજીએ ગુજરાતના પ્રવાસ વધારી દીધા છે, ત્યારે જોવાનું એ રહે છે કે પાંખી બહુમતીએ સરકાર ભાજપની આવે તો પણ મોદી લહેર સવાલના દાયરામાં આવી જશે અને સરકાર અગર બહુમતમાં નહીં આવે તો મોદી વિરોધીઓ સર્ટિફિકેટ ચોક્કસ વહેંચશે કે મોદી લહેર પુરી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતની ચૂંટણીમાં દસ લાખથી વધુ મતદારો નવા અને પ્રથમ વખત મતદાન કરનાર છે, ઉપરાંત ચૂંટણી તંત્રએ શતાયુ મતદારોનું મતદાન પોસ્ટલથી કરાવવા છતાં પણ મતદાન ઘટ્યું છે, વાત કરીએ જેતપુરના કંડોરણા માં મોદીની ભવ્ય અને અતુલનીય સભા યોજાઈ હોવા છતાં પંથકમાં ૭% મતદાન ઘટ્યું છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ભાજપનું સંગઠન અત્યંત મજબૂત છે પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપના મોટાભાગના કાર્યકર્તાઓ મતદાન માટે મતદારોને રિઝવવા ઘરે જઈને વિનવતા એ સંખ્યા ઘટી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.