બેન્કની યાદીમાં સમાવવા UCB માટે રિઝર્વ બેન્કે નવા ધોરણો નિશ્ચિત કર્યા
શહેરી સહકારી બેન્કો (યુસીબી)ની રૂપરેખા (પ્રોફાઈલ)ને વધુ વિસ્તૃત બનાવવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ યુસીબી નાણાંકીય રીતે તંદૂરસ્ત અને સારી રીતે સંચાલિત છે તેનું વર્ગીકરણ કરવા માટેના ધોરણોમાં સુધારો જાહેર કર્યો છે.
આ નવા ધોરણ તાત્કાલિક રીતે અમલી બન્યા હોવાનું રિઝર્વ બેન્ક દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.
કોઈ યુસીબીએ પોતાને નાણાંકીય રીતે તંદૂરસ્ત અને સારી રીતે સંચાલિત છે તેવી શ્રેણીમાં આવવા માટે તેનું કેપિટલ એડિકવસી પ્રમાણ (સીએઆર) યુસીબી માટે લાગુ થતાં લઘુત્તમ સીએઆરથી ઓછામાં ઓછો એક ટકો વધુ હોવું જોઈશે. બેન્કની નોન પરફાર્મિંગ એસેટસ (એનપીએ) ત્રણ ટકાથી વધુ નહીં હોવી જોઈએ.
છેલ્લા ચાર વર્ષમાંથી ઓછા ત્રણ વર્ષમાં બેન્કો નેટ પ્રોફિટ હાંસલ કર્યો હોવો જોઈશે. પાછલા નાણાં વર્ષમાં બેન્કે નેટ લોસ કર્યો નહીં હોવો જોઈએ.
આ ઉપરાંત પાછલા નાણાં વર્ષમાં સંબંધિત બેન્ક કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) તથા સ્ટેટયૂટરી લિક્વિડિટી રેશિયો (એસએલઆર) જાળવવામાં નિષ્ફળ ગઈ હોવી ન જોઈએ એમ પણ રિઝર્વ બેન્કની યાદીમાં જણાવાયું છે. બેન્કની લિક્વિડિટીની સ્થિતિ પર પણ ખાસ ભાર અપાયો છે.
યુસીબીની બોર્ડ પર ઓછામાં ઓછો બે પ્રોફેશનલ ડાયરેકટર્સ સાથે આંતરિક કન્ટ્રોલ સિસ્ટમ મજબૂત હોવી જોઈશે. એટલું જ નહીં છેલ્લા બે નાણાં વર્ષમાં બેન્ક પર નાણાંકીય પેનલ્ટી લાગુ થયેલી નહીં હોવી જોઈશે, એમ પણ રિઝર્વ બેન્ક દ્વારા વધુમાં જણાવાયું હતું.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button