વોટિંગ મુજબ કોંગ્રેસને 0 થી 1 સીટ મળી રહી છેઃ ભગવંત માન ઉવાચ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મીડિયાને સંબોધન કરતાં રાજ્ય સરકાર અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. આ સાથે જ ગઈકાલે પૂર્ણ થયેલા પ્રથમ તબક્કાના મતદાનને લઈને પણ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતુ.
ભગવંત માને જણાવ્યું કે, ગઈકાલે જો બમ્પર વોટિંગ થયું હોય, તો સરકાર વિરુદ્ધ મતદાન થયું હોવાનું કહેવાય છે. જો ઓછું મતદાન થયું હોય, તો સરકારની તરફેણમાં મતદાન થયું હોવાનું કહેવાય છે. જો કે ગુજરાતમાં તેનાથી વિપરીત બન્યું છે. અગાઉ ભાજપના લોકો લોકોને ઘરેથી નીકાળી નીકાળીને વોટિંગ કરાવતા હતા, પરંતુ ગઈકાલે તેમણે એવું કર્યું નથી. મતલબ કે મતદાનમાં ઘટાડો થવાનો અર્થ એ છે કે, ભાજપને નુકસાન થશે. ગઈકાલના વોટિંગ મુજબ કોંગ્રેસને 0 થી 1 સીટ મળી રહી છે.
પંજાબમાં અમારી સરકારને બદનામ કરવા માટે ઘણા લોકો પંજાબના લો એન્ડ ઓર્ડરને લઇને અમારો ખરાબ પ્રચાર કરી રહ્યા છે. પંજાબમાં અકાલી અને ભાજપની સરકારમાં ગેંગસ્ટર પૈદા થયા અને એમને આશરો આપીને પ્રોત્સાહન આપ્યું છે કોંગ્રેસની કેપ્ટન સરકારે. અમારી સરકાર આવતા જ અમે ગન કલ્ચર અને ગેંગસ્ટર કલ્ચર પર પ્રતિબંધ લગાવવાનું શરૂ કર્યું. બહુ જલ્દી જ પંજાબમાં તમને ગેંગસ્ટર કલ્ચરનો અંત થતો જોવા મળશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button