પરેશ રાવલે બંગાળીઓ પર કરેલા નિવેદન અંગે માફી માગી
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માટે પ્રચાર કરી રહેલા બોલિવૂડ અભિનેતા પરેશ રાવલ બંગાળીઓ પર કરેલી ટિપ્પણીને લઈને વિવાદમાં ફસાયા છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતના લોકો મોંઘવારી સહન કરશે પરંતુ પડોશી બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને નહીં. નિવેદનને લઈને ટીકાનો સામનો કર્યા બાદ તેમણે માફી માંગી લીધી છે.
પરેશ રાવલે મંગળવારે વલસાડમાં જણાવ્યું હતું કે, “ગેસ સિલિન્ડર મોંઘા છે પણ ભાવ ઘટશે. લોકોને રોજગારી પણ મળશે. પરંતુ જ્યારે રોહિંગ્યા શરણાર્થીઓ અને બાંગ્લાદેશીઓ દિલ્હીની જેમ તમારી આસપાસ પણ રહેવા લાગશે ત્યારે શું થશે. તમે શું કરશો? તમે શું રસોઇ બનાવશો? બંગાળીઓ માટે માછલી?”
ટ્વિટ કરીને માફી માગી
તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, “અફકોર્સ માછલીનો મુદ્દો નથી કારણ કે ગુજરાતીઓ પણ માછલી રાંધે છે અને ખાય છે, પરંતુ હું બંગાળીઓ વિશે સ્પષ્ટતા કરવા માંગુ છું કે મારો મતલબ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ હતો. તેમ છતાં જો હું તમારી ભાવનાઓને ઠેસ પહોંચાડી હોય તો હું માફી માંગુ છું.”
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button