ઓસામા બિન લાદેનના પુત્રએ કર્યો ચોંકાવનારો ખુલાસો
વિશ્વમાં આતંકનો પર્યાય રહી ચૂકેલા આતંકી સંગઠન અલકાયદાના ઓસામા બિન લાદેનના પુત્રએ એક સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે પોતાના પિતા લાદેન વિશે કહ્યુ છે કે તેઓ તેમને બાળપણથી પોતાની જેમ રહેવાની ટ્રેનિંગ આપતા હતા. તેમને અફઘાનિસ્તાનમાં બંદૂક ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. એટલુ જ નહીં લાદેને તેમના કૂતરા પર કેમિકલ વેપનની ટ્રાયલ પણ કરી હતી.
લાદેનના ચોથા પુત્ર ઉમરે કહ્યુ કે તેઓ પીડિત હતા એટલા માટે તેમણે પોતાના પિતાની સાથે વિતાવેલા ખરાબ સમયને ભૂલવાનો પ્રયત્ન કર્યો. 41 વર્ષીય ઉમર પોતાની પત્ની જૈના સાથે ફ્રાંસમાં રહે છે પરંતુ અત્યારે તેઓ કતારના પ્રવાસે છે. ઉમર જણાવે છે કે તેમના પિતાએ એકવાર તેમને કહ્યુ હતુ કે અલ્લાહે પુત્ર તરીકે તેમને એટલા માટે પસંદ કર્યા છે જેથી તેઓ તેમના કાર્યોને આગળ વધારી શકે.
9/11 હુમલા પહેલા ઉમરે અફઘાનિસ્તાન છોડી દીધુ હતુ
ઉમરે જણાવ્યુ કે મે ન્યુયોર્કમાં 11 સપ્ટેમ્બરે થયેલા આતંકી હુમલાના અમુક મહિના પહેલા જ અફઘાનિસ્તાન છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. મે તેમને (લાદેન) અલવિદા કહ્યુ. તેમણે પણ અલવિદા કહ્યુ, પરંતુ તેઓ મારા આ નિર્ણયથી ખુશ નહોતા.
આંખોની સામે કૂતરા પર કેમિકલ વેપન ટ્રાયલ કરી
ઉમરનું કહેવુ છે કે મારા પિતાના સાગરીતોએ મારી આંખોની સામે મારા પાલતુ કૂતરાઓ પર કેમિકલ વેપન ટ્રાયલ કરી હતી. તેમણે કહ્યુ કે હુ આનાથી ખુશ નહોતો. મે તેમની સાથે વિતાવેલા ખરાબ સમયને ભૂલવાનો પ્રયત્ન કર્યો. તેમના પિતાએ તેમને ક્યારેય અલ કાયદામાં સામેલ થવાનું કહ્યુ નથી પરંતુ તેઓ મને કહેતા હતા કે તેમના કામને આગળ વધારવા માટે અલ્લાહે પુત્ર તરીકે મારી પસંદગી કરી છે. જ્યારે મે તેમને જણાવ્યુ કે હુ આતંકની દુનિયા માટે બન્યો નથી ત્યારે તેઓ નિરાશ થઈ ગયા હતા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button